ભારતે ધર્મશાલા ટેસ્ટમાં ઈગ્લેંડને ધોઈ નાખ્યુ, સીરીઝને 4-1 થી ખુદને નામ કરી

શનિવાર, 9 માર્ચ 2024 (15:20 IST)
ભારતીય ટીમે ઈગ્લેંડ વિરુદ્ધ રમાય રહેલી 5 મેચોની ટેસ્ટ શ્રેણીના અંતિમ મુકબલાને એક દાવ અને 64 રનના અંતરથી પોતાને નામે કરવાની સાથે જ સીરીઝને 4-1થી જીતવામાં સફળતા મેળવી. આ મુકાબલાના પ્રથમ દાવમાં ઈગ્લેંડની ટીમ ફક્ત 218 રનના સ્કોર પર પેવેલિયન ભેગી થઈ હતી. ત્યારબાદ ટીમ ઈંડિયા તરફથી શાનદાર બેટિંગ પ્રદર્શન જોવા મળ્યુ જેમા કપ્તાન રોહિત શર્મા અને શુભમન ગિલ સદી મારવામાં સફળ રહ્યા. ભારતીય ટીમે પોતાની પ્રથમ મેચમાં 477 રનનો સ્કોર બનાવવામાં સફળ રહ્યા અને તેમને પહેલી રમતના આધાર પર 259 રનની મોટી બઢત મેળવી. બીજી બાજુ ઈગ્લેંડ પોતાના બીજા દાવમાં ફક્ત 195 રન બનાવીને સમેટાઈ ગઈ અને તેને આ શરમજનક હારનો સામનો કરવો પડ્યો. 
UNI
100મી ટેસ્ટમાં અશ્વિને બતાવ્યો બોલથી કમાલ 
ઈગ્લેંડની ટીમ જ્યારે ધર્મશાળા ટેસ્ટ મેચના ત્રીજા દિવસે પોતાના બીજા દાવમાં બેટિંગ કરવા ઉતરી તો ટીમ ઈંડિયાના સ્ટાર ઓફ સ્પિનર નએ પોતાના ટેસ્ટ કરિયરના 100મો મુકાબલો રમી રહેલા રવિચંદ્રન અશ્વિનની બોલની આગળ ઘૂંટણિયે જોવા મળી. અશ્વિને 21ના સ્કોર સુધી ઈગ્લેંડના બંને ઓપનિંગ બેટ્સમેન જૈક ક્રાઉલી અને બેન ડકેટને પેવેલિયન ભેગા કર્યા. ત્યારબાદ તેમણે ઓલી પોપ, બેન સ્ટોક્સ અને બેન ફોકસને પોતાનો શિકાર બનાવવા સાથે 5 વિકેટ હૉલ પણ પૂરા કર્યા.  ઈગ્લેંડની ટીમ ફક્ત જો રૂટ જ વધુ સમય પિચ પર વિતાવી શક્યા. જેમા તેમના બેટમાંથી બીજા દાવમાં 84 રન જોવા મળ્યા.  ઈગ્લેંડની ટીમ પોતાના બીજા દાવમાં 195 રનના સ્કોર પર સમેટાઈ ગઈ.  બીજી બાજુ ભારત તરફથી આ દાવમાં અશ્વિને જ્યા 5 વિકેટ પોતાને નામે કરી તો જસપ્રીત બુમરાહ અને કુલદીપ યાદવ 2-2 વિકેટ લીધી જ્યારે કે રવિન્દ્ર જડેજા પણ 1 વિકેટ લેવામાં સફળ રહ્યા. 
UNI
112 વર્ષ પછી ભારત ટેસ્ટમાં આવુ કરનારી પહેલી ટીમ બની 
 આ ટેસ્ટ સીરીઝનો પહેલો મુકાબલામાં ટીમ ઈંડિયાને હારનો સામનો કરવો પડ્યો હતો. ત્યારબાદ ભારતીય ટીમે સીરીઝમાં શાનદાર રીતે કમબેક કરવા સાથે તેને 4-1થી પોતાને નામે કરી. બીજી ટેસ્ટ ક્રિકેતના ઈતિહાસમાં 112 વર્ષ પછી આવુ પહેલીવાર થયુ છે જ્યારે 5 મેચોની શ્રેણીમાં કોઈ ટીમ પહેલો મુકાબલો હાર્યા બાદ સીરીઝને 4-1 થી પોતાને નામ કરવામાં સફળ રહી હોય. આ પહેલા આવુ વર્ષ 1911-12માં ઈગ્લેંડે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ટેસ્ટ શ્રેણીમાં કર્યુ હતુ. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર