ટીમ ઈંડિયાની જીતની આશા પર અંગ્રેજોએ પાણી ફેરવી દીધુ છે. પહેલી બે મેચ ભારતીય ટીમે શાનદાર રીતે જીતી હતી. પણ ત્રીજા મુકાબલામાં હારનો સામનો કરવો પડ્યો જો કે કપ્તાન સૂર્યકુમાર યાદવે ત્રીજી મેચમા પણ ટોસ જીત્યો અને પોતાની પસંદ મુજબ આ વખતે પણ બોલિંગનો નિર્ણય લીધો. ભારત સામે કોઈ મોટુ લક્ષ્ય નહોતુ. તેમ છતા પણ ભારતીય ટીમની બેટિંગ લાઈન ડગમગાઈ. હવે ચોથો મુકાબલો પુણેમાં રમાશે. પણ પુણેમાં જીત નોંધાવવી એટલી સરળ નહી રહે. અત્યાર સુધીના જે આંકડા છે તે કંઈક અન્ય ઈશારો કરી રહ્યા છે.
પુણેમાં અત્યાર સુધી રમાયેલા ચાર ટી20 ઈંટરનેશનલ મુકાબલા થયા છે. તેમાથી બે મેચ ટીમ ઈંડિયા જીતી છે અને બે મા તેને હારનો સામનો કરવો પડ્યો છે. પહેલીવાર અહી વર્ષ 2012માં ટી20 ઈંટરનેશનલ મેચ રમાઈ હતી. ત્યારે ભારતીય ટીમની સામે ઈગ્લેંડ જ હતી. ભારતે આ મેચને પાંચ વિકેટથી પોતાને નામે કરી હતી. પણ વર્ષ 2016માં જ્યારે અહી ભારત અને શ્રીલંકા વચ્ચે મુકાબલો થયો તો ત્યા ભારતીય ટીમ પાંચ વિકેટથી હારી ગઈ. વર્ષ 2020માં ફરીથી ભારત અને શ્રીલંકા વચ્ચે મેચ રમાઈ. તેને ભારતે 78 રનથી જીતી હતી. પણ વર્ષ 2023માં શ્રીલંકાની ટીમે ભારતને 16 રનથી હરાવ્યુ.
ભારત માટે ખૂબ લકી નથી પુણે ક્રિકેટ સ્ટેડિયમ
પુણેના મેદાનને ભારત માટે લકી નથી કહી શકાતુ. જો કે જીત અને હારની ટકાવારી 50 ટકા છે. ઈગ્લેંડથી ભારતીય ટીમ અહી એક મેચ રમી ચુકી છે અને તેમા ભારતીય ટીમે જીત નોંધાવી છે. આ તેને માટે ફાયદાની વાત થઈ શકે છે. એ પણ ધ્યાન રાખવુ પડશે કે ઈગ્લેંડની ટીમ એક મેચમાં જીતનો સ્વાદ ચાખી ચુકી છે. આવામાં ટીમ વધુ ખતરનાક થઈ જાય છે. એટલે કે ટીમ ઈંડિયા માટે આગળનો રસ્તો એટલો સહેલો નથી જેવો તેને માનવામાં આવી રહ્યો છે.
ભારતીય ટીમે ગુમાવી દીધી શ્રેણી જીતવાની સોનેરી તક
ટીમ ઈંડિયાની પાસે તક હતી કે આ ત્રીજી મેચ પણ જીતીને શ્રેણી પર કબજો કરવામાં આવતો અને ત્યારબાદ બે મેચ બાકી રહેતા. જેને માટે જુદી રણનીતિ બનાવાતી. ત્રીજી મેચમાં ઈગ્લેંડની ટીમે પહેલા બેટિંગ કરતા ફક્ત 171 રન બનાવ્યા હતા. એટલે ભારતને જીત માટે 172 રનની જરૂર હતી. પણ ટીમ ઈંડિયા આ મામુલી લક્ષ્યને પણ હાસિલ કરી શકી નહી અને ફક્ત 145 રન જ બનાવી શકી. ઈગ્લેંડે આ મુકાબલો 26 રનથી પોતાને નામે કર્યો અને ગેમમાં કમબેક કર્યુ. હવે ચોથી મેચ વધુ મહત્વની બની ચુકી છે.