વર્લ્ડ કપ U19 : ફાઇનલ મૅચ બાદ ભારત અને બાંગ્લાદેશના ખેલાડીઓ બાખડ્યા?

સોમવાર, 10 ફેબ્રુઆરી 2020 (10:53 IST)
ભારત અને બાંગ્લાદેશ વચ્ચે દક્ષિણ આફ્રિકામાં રવિવારે રમાયેલા અન્ડર 19 વર્લ્ડ કપ ફાઇનલ બાદ મેદાનમાં વિચિત્ર માહોલ જોવા મળ્યો.
 
બાંગ્લાદેશે વિજયી રન બનાવીને જેવો જ ખિતાબ પોતાના નામે કર્યો, બન્ને ટીમોના કેટલાક ખેલાડીઓ વચ્ચે વિવાદ થઈ ગયો અને મૅચ પૂર્ણ થયા બાદ થોડા સમય માટે પરિસ્થિતિ તણાવપૂર્ણ રહી હતી.
 
બાંગ્લાદેશના ખેલાડીઓ વિજયની ઉજવણી કરતી વેળાએ મેદાન પર દોડી આવ્યા હતા અને તેઓ ભારે આક્રમક હાવભાવ દર્શાવી રહ્યા હતા.
 
ભારતના એક ખેલાડી બાંગ્લાદેશના એ ખેલાડીને સાથે માથાકૂટ કરતા પણ જોવા મળ્યા જે કથિત રીતે કંઈક અપશબ્દ બોલી રહ્યા હતા.
 
અત્યાર સુધી એ સ્પષ્ટ નથી થઈ શક્યું કે ઘટનાક્રમની શરૂઆત માટે કોણ જવાબદાર છે. જોકે, સોશિયલ મીડિયા પર આ ઘટનાની ચર્ચા થઈ રહી છે.
 
આ મામલે દક્ષિણ આફ્રિકાના પૂર્વ ક્રિકેટર જેપી ડ્મિનીએ વીડિયો શેર કર્યો છે જેમાં સ્પષ્ટપણે દેખાય છે કે ખેલાડીઓની વચ્ચે તનાતની જોઇ શકાય છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર