ભારતીય ટીમે આ ટેસ્ટ મેચમાં બોલર્સનાં દમ પર બાંગ્લાદેશની પહેલી ઈનિંગ 106 રન પર ઓલ આઉટ કરી દીધું છે. તે બાદ પહેલા દિવસનો ખેલ ખતમ થતાં શુક્રવારે 3 વિકેટ પર 174 રન બનાવી લીધા હતા જેનાથી યજમાન ટીમને 68 રનની લીડ મળી ગઈ હતી. બીજા દિવસે વિરાટે ઈનિંગની 68મી ઓવરના ત્રીજા બોલમાં બે રન દોડીને પોતાની સદી પૂરી કરી હતી.
વિરાટ પિંક બોલથી સેન્ચુરી ફટકારનાર પહેલો ભારતીય ખેલાડી બની ગયો છે. આ સદીથી વિરાટે કેપ્ટન તરીકે સેન્ચુરી ફટકારી પૂર્વ કેપ્ટન રિકી પોન્ટિંગને પણ પાછળ પછાડી દીધો છે. કેપ્ટન તરીકે આ તેની 20મી ટેસ્ટ છે. જો કે આ લિસ્ટમાં સાઉથ આફ્રિકાના પૂર્વ ક્રિકેટર ગ્રીમ સ્મિથ ટોપ પર છે. જેણે કેપ્ટન તરીકે 109 ટેસ્ટ મેચોમાં 25 સદી ફટકારી હતી.