IND vs AUS: રોહિતે ટીમ ઈન્ડિયાની વાપસી કરાવી, T20 શ્રેણી 1-1થી બરાબર

શનિવાર, 24 સપ્ટેમ્બર 2022 (13:09 IST)
IND vs AUS: ટીમ ઈન્ડિયાએ ઓસ્ટ્રેલિયા સામેની બીજી T20 મેચ 6 વિકેટે જીતી લીધી. 3 મેચની આ શ્રેણી હવે 1-1ની બરાબરી પર છે. ઉલ્લેખનીય છે કે પ્રથમ  T20માં  4 વિકેટથી હારી ગયેલી ભારતીય ટીમે આ મેચમાં શાનદાર વાપસી કરી હતી. આ મેચમાં પ્રથમ બેટિંગ કરતા ઓસ્ટ્રેલિયાએ 8 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 90 રન બનાવ્યા હતા. જવાબમાં ટીમ ઈન્ડિયાએ આ લક્ષ્યનો પીછો છેલ્લી ઓવરમાં 4 વિકેટ ગુમાવીને સરળતાથી કરી લીધો હતો. તમને જણાવી દઈએ કે સતત વરસાદને કારણે મેદાન ભીનું હતું અને આ મેચ માત્ર 8-8 ઓવરની જ રમાઈ હતી.
 
મેદાન પર રોહિતનું તોફાન
 

બીજી T20માં ટીમ ઈન્ડિયાની જીતનો હીરો ખુદ કેપ્ટન રોહિત શર્મા રહ્યો હતો. રોહિતે 20 બોલમાં અણનમ 46 રનની શાનદાર ઇનિંગ રમી હતી. આ દરમિયાન રોહિતના બેટમાંથી કુલ 4 ચોગ્ગા અને 4 લાંબી છગ્ગા નીકળ્યા હતા. જ્યાં એક તરફ ટીમ ઈન્ડિયાની વિકેટો સતત પડી રહી હતી, ત્યારે રોહિત એક બાજુથી લાંબા શોટ ફટકારી રહ્યો હતો. રોહિત સિવાય વિરાટ કોહલીએ 11 અને દિનેશ કાર્તિકે અણનમ 10 રન બનાવ્યા હતા. આ સિવાય 9 રન હાર્દિક પંડ્યા અને 10 રન કેએલ રાહુલે પણ રમ્યા હતા.
 
T20 શ્રેણી 1-1થી બરાબર 
 
ત્રણ મેચની શ્રેણી હવે 1-1ની બરાબરી પર છે. આ સાથે ભારતે એક વર્ષમાં સૌથી વધુ T20 મેચ જીતવાના મામલે પાકિસ્તાનની બરાબરી કરી લીધી છે. ભારતે આ વર્ષે 20 જીત મેળવી છે. ઓસ્ટ્રેલિયાએ પ્રથમ મેચમાં ભારતને 4 વિકેટે હરાવ્યું હતું. તે મેચમાં ટીમ ઈન્ડિયાએ બોર્ડ પર 208 રન બનાવ્યા હતા. પરંતુ બોલરોની નબળી રમતને કારણે ઓસ્ટ્રેલિયાએ તે મેચ 19.2 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને આરામથી જીતી લીધી હતી. હવે શ્રેણીની નિર્ણાયક મેચ હૈદરાબાદમાં રમાશે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર