CSK સીઈઓએ બુધવારે ન્યૂઝ એજન્સી સાથે વાત કરતા કહ્યું હતું કે ધોની ડાબા ઘૂંટણની ઈજા અંગે ડૉક્ટરની સલાહ લેશે અને તે મુજબ નિર્ણય લેશે. આ સિવાય કાશી વિશ્વનાથે ધોનીને આગામી સિઝનની મિની ઓક્શનમાંથી બહાર કરવા પર કહ્યું, 'સાચું કહું તો અમે તે દિશામાં વિચાર્યું નથી, કારણ કે અમે હજુ તે સ્ટેજ પર પહોંચ્યા નથી. તે ધોની પર નિર્ભર કરે છે કે તે આગળ શું નિર્ણય લેશે.
આઈપીએલ દરમિયાન પણ ઘૂંટણમાં દુખાવા સામે સંઘર્ષ કરતા જોવા મળ્યા ધોની
ધોની ગુજરાત વિરુદ્ધ પ્રથમુ મુકાબલામાં જ ઘાયલ થઈ ગયા હતા. તેમણે દીપક ચાહરની બોલ પર ડાઈવ લગાવી અને પછી તે પોતાનુ ઘૂંટણ પકડીને બેસી ગયા. છતા પણ તેમણે વિકેટ કીપિંગ કરવુ ચાલુ રાખ્યુ. મેચ પછી કોચે તેમના હેલ્થનુ અપડેટ આપ્યુ.