ભારતીય ક્રિકેટ ટીમના કપ્તાન મહેન્દ્ર સિંહ ધ્ની પોતાના લગ્ન (સાક્ષી ધોની સાથે) પહેલા તમિલ અભિનેત્રી લક્ષ્મી રાય સાથે કથિત રૂપે ડેટ કરી ચુક્યા છે. ઉલ્લેખનીય છે કે લક્ષ્મી રાય દક્ષિણ ભારતની જાણીતી અભિનેત્રી છે અને અનેક ફિલ્મોમાં કામ કરી ચુકી છે. મીડિયામાં સામે આવેલ રિપોર્ટ મુજબ ખુદ લક્ષ્મી રાયના વીતેલા દિવસોનો ખુલાસો કરતા કહ્યુ કે ધોની સાથે મારા સંબંધો ખૂબ જૂની વાત છે. જે ખૂબ પહેલા જ ખતમ થઈ ચુક્યા છે. કેટલીક રિપોર્ટ મુજબ લક્ષ્મી રાય અને ધોનીની વચ્ચે કથિત રૂપે થોડા સમય સુધી અફેયર રહ્યુ હતુ. પછી તેમનુ બ્રેકઅપ થઈ ગયુ.
રાયે કહ્યુ કે તેમને આશ્ચર્ય થાય છે કે લોકો આજે પણ એ વાતને મીઠુ મરચુ ભભરાવીને કરે છે. લક્ષ્મીએ અહી સુધી કહ્યુ કે સંબંધો મારી જીંદગીમાં દાગની જેમ છે. આ સંબંધોને અનેક વર્ષો થઈ ગયા છે. પણ લોકો આજે પણ તેના વિશે મને સવાલ પૂક્છે છે. લક્ષ્મીએ કહ્યુ કે ધોની સાથે મારા સંબંધો વધુ દિવસ નથી ચાલ્યા પણ છતા પણ લોકો તેના વિશે વારેઘડીએ વાત કરે છે.