8 વર્ષ રમ્યો છતા પણ મને બતાવ્યા વગર જ બહાર કરી નાખ્યો, પોતાની જ ટીમને લઈને ચહલે કર્યો મોટો ખુલાસો

રવિવાર, 16 જુલાઈ 2023 (18:54 IST)
ટીમ ઈન્ડીયાનાં સ્ટાર સ્પીનર યુઝવેન્દ્ર ચહલે તાજેતરમાં જ પોતાની જૂની આઈપીએલ ટીમ રોયલ ચેલેંજર્સ બેંગલોરને લઈને મોટા ખુલાસા કર્યા. 8 વર્ષ સુધી આરસીબી માટે રમનારા ચહલે આ ટીમે આઈપીએલ ૨૦૨૨ નાં મેગા ઓકશનનમાં રીલીઝ કરી દીધા. ત્યારબાદ ચહલ છેલ્લા બે વર્ષથી રાજસ્થાન રોયલ્સ માટે રમી રહ્યો છે  હવે ચહલે આરસીબીમાંથી બહાર કર્યા બાદ અનેક મોટા નિવેદન આપ્યા છે. 
 
આરસીબીને લઈને શું બોલ્યા ચહલ ?  
 
ચહલે આરસીબીમાંથી બહાર થયા બાદ કહ્યું કે તેમને બીલકુલ પણ સારું લાગ્યું નહોતું. ચહલે એક યુટ્યુબ ચેનલ સાથે વાતચીત કરતા કહ્યું કે ચોક્કસરૂપે મને 
 
ખરાબ લાગ્યું. 2014 માં મારી જર્ની આ ટીમ સાથે શરૂ થઈ.  પહેલા મેચથી વિરાટ ભાઈએ મારી પર વિશ્વાસ બતાવ્યો. પણ આ ખરાબ લાગે છે. કારણ કે હું 8 
 
વર્ષથી ફ્રેન્ચાઈજી માટે રમી રહ્યો હતો.  મેં લોકોને જોયા છે.  ચહલે કહ્યું કે લોકોને લાગ્યું કે યુઝીએ ખૂબ પૈસા માંગ્યા હશે. આ જ કારણ છે કે મેં એક ઈન્ટરવ્યુંમાં સ્પષ્ટ કર્યું કે મેં કશું પણ ન માગ્યું. મને ખબર છે કે હું કેટલો હકદાર છું. 
 
ફ્રેન્ચાઈજીએ ન કર્યો એક કોલ - ચહલ 
ચહલે આગળ કહ્યું કે સૌથી ખરાબ વાત એ રહી કે કોઈ ફોન કોલ નહોતો કર્યો. કોઈ વાતચીત કરી નહોતી. ઓછામાં ઓછી વાત તો કરો. મેં તેમને માટે 114 મેચ રમી છે. ઓકશન પહેલા તેમણે મને વચન આપ્યું હતું કે તેઓ મારી માટે દરેક શક્ય પ્રયાસ કરશે.  મેં કહ્યું ઠીક છે.  ત્યાં પણ જ્યારે મારી પસંદગી ન થઈ ત્યારે હું ખૂબ ગુસ્સે થઈ ગયો હતો. મેં તેને 8 વર્ષ આપ્યા. ચિન્નાસ્વામી મારા પ્રિય તે એક ક્ષેત્ર હતું. મેં RCBના કોચ સાથે વાત કરી નથી. મેં તેની સામે જે પ્રથમ મેચ રમી હતી, મેં કોઈની સાથે વાત કરી નહોતી.
 
રાજસ્થાનની ટીમને પણ ફાયદો થયો
ચહલને લાગે છે કે આરઆરએ તેને વિકસાવવામાં ભૂમિકા ભજવી છે. ચહલે વધુમાં કહ્યું કે ક્રિકેટની વાત કરીએ તો રાજસ્થાન રોયલ્સે તેને વિકસાવવામાં ભૂમિકા ભજવી હતી. RCBમાં, ચહલ ડેથ ઓવર્સ શરૂ થાય તે પહેલાં તેનો ક્વોટા પૂરો  કરતો હતો, પરંતુ રોયલ્સમાં તેને ડેથ ઓવરોમાં પણ બોલિંગ કરવાની જવાબદારી સોંપવામાં આવી હતી. ચહલે કહ્યું કે આર.સી.બી મારો ક્વોટા 16 ઓવર પહેલા પૂરો થઈ જતો હતો. તેથી, મને લાગે છે કે હું પણ RRમાં ક્રિકેટર તરીકે વિકસિત  થયો છું. 
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર