IPL 2022માં બે નવી ફ્રેંચાઈજી ટીમોને BCCIએ આપ્યુ ગ્રીન સિગ્નલ

ગુરુવાર, 24 ડિસેમ્બર 2020 (16:26 IST)
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ(બીસીસીઆઈ)ની ગવર્નિંગ બૉડીને ગુરૂવારે અમદાવાદમાં થઈ રહેલ એનુઅલ જનરલ મીટિંગ (એજીએમ) દરમિયાન ઈંડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) 2022માં બે નવી ફ્રેંચાઈઝી ટીમોને ગ્રીન સિગ્નલ આપી દીધુ છે. આ રીતે આઈપીએલ 2022 આઠ નહી પણ 10 ફ્રેંચાઈજી ટીમો વચ્ચે રમાશે 
 
બીજી બાજુ 2028 આંતરરાષ્ટ્રીય ઓલંપિક સમિતિ (આઈઓસી) માંથી કેટલા સ્પષ્ટીકરણ પછી બીસીસીઆઈ ક્રિકેટને 2028 લૉસ એંજિલિસ ઓલંપિકમાં સામેલ કરવાની ઈંટરનેશનલ ક્રિકેટ કાઉંસિલ (આઈસીસી)ની કોશિશનુ સમર્થન કરશે.  બીસીસીઆઈ બધા ફર્સ્ટ ક્લાસ ક્રિકેટરો (મેંસ અને વિમેંસ બંને)ને કોરોના મહામારીને કારણે ઘરેલુ સત્ર સીમિત રહેવાની યોગ્ય ભરપાઈ પણ કરશે. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર