14 મી ઓવરમાં આવ્યો હાર્ટ અટેક... જાણો એ સમયે શુ થયુ
નોએડામાં કોર્પોરેટ લીગ દરમિયાન મૈવરિક્સ ઈલેવન અને બ્લૈજિંગ બુલ્સની મેચ રમાય રહી હતી. મૈવરિક્સ ટીમ બેટિંગ કરી રહી હતી. ઉમેશ કુમાર અને વિકાસ પિચ પર હતા. 14મી ઓવર ચાલી રહી હતી. ઉમેશે ચોક્કો લગાવ્યો. વિકાસ નૉન સ્ટ્રાઈકર એંડ પરથી તેમને શુભેચ્છા આપવા માટે સ્ટ્રાએકર એંડ તરફ ગયો. ઉમેશ પાસે પહોચતા પહેલા જ વિકાસ પિચ પર પડી ગયો.
આ જોઈને બંને ટીમોના ખેલાડી પિચ પર દોડી ગયા. કેટલાક ખેલાડીઓએ વિકાસનો જીવ બચાવવા માટે તેમને CPR આપ્યો. તેને થોડીવાર જમીન પર બેસાડી રાખવામાં આવ્યો. જ્યારે તબિયતમાં સુધાર ન થયો તો તેમને નોએડાના નિકટના હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો. પણ ત્યા સુધી ઘણુ મોડુ થઈ ચુક્યુ હતુ. હોસ્પિટલ પહોચતા જ વિકાસને મૃત જાહેર કરવામાં આવ્યો.
7 રન પર બૈટિગ કરી રહ્યા હતા નેગી
હાર્ટ અટેક પહેલા વિકાસ પોતાની ટીમ માટે 7 રન બનાવીને બૈટિગ કરી રહ્યા હતા. તેણે 6 બોલ રમી હતી. ત્યારે તેની ટીમનો સ્કોર 13.5 ઓવરમાં 5 વિકેટના નુકશાન પર 143 રન હતો. મુકાબલો યુટ્યુબ પર લાઈવ બ્રોડકાસ્ટ થઈ રહ્યો હતો. બ્લેજિંગ બુલ્સે પહેલા બૈટિંગ કરતા 19.2 ઓવરમાં 9 વિકેટના નુકશાન પર 183 રન બનાવ્યા હતા.