ઓક્સીજનમેનના સેવાભાવને સલામ, કોરોના દર્દીઓની મદદ કરવા વેચી દીધી 22 લાખની SUV, હજારો સુધી પહોંચાડ્યો સિલેંડર

ગુરુવાર, 22 એપ્રિલ 2021 (15:42 IST)
મુંબઈ. મહારાષ્ટ્રમાં કોરોના વાયરસનો કહેર થમવાનુ નામ જ નથી લઈ રહ્યો. મુંબઈ સહિત સમગ્ર મહારાષ્ટ્ર ઓક્સીજનની કમી સામે ઝઝૂમી રહ્યુ છે. આ મુશ્કેલ સમયમાં મુંબઈના મલાડમાં રહેનારા શાહનવાજ શેખ હજારો લોકો સુધી ઓક્સીજન પહોંચાડીને તેમને નવુ જીવન આપી ચુક્યા છે. 
 
દેશની આર્થિક રાજધાની મુંબઈમાં ઓક્સીજન મૈનના નામે જાણીતા શેખ માત્ર એક ફોન કૉલ પર દર્દીઓ સુધી ઓક્સીજન પહોંચાડવામાં લાગી જાય છે. લોકોને સમસ્યા ન થાય એ માટે તેમણે એક વૉર રૂમ પણ તૈયાર કર્યો છે. સાથે જ હેલ્પલાઈન નંબર પણ રજુ કર્યો છે. 
 
22 લાખની કાર વેચીને ખરીદ્યા 160 સિલેંડર - શહાનવાજે કોરોનાકાળમાં લોકોની મદદ માટે પોતાની 22 લાખ રૂપિયાની SUVને પણ વેચી દીધી. આ પૈસાને તેમણે 160 ઓક્સીજન સિલેંડર વેચ્યા અને તેમણે તેને કોરોના દર્દીઓ સુધી પહોચાડ્યા. 
 
ઓક્સીજનની કમીથી મિત્રની પત્નીનુ મોત - સંક્રમણ કાળની શરૂઆતમાં જ તેમના એક મિત્રની પત્નીએ ઓક્સીજનની કમીથી ઓટો રિક્ષામાં જ દમ તોડી નાખ્યો હતો આ ઘટનાથી તે ખૂબ જ દુખી થયા અને તેમણે દર્દીઓ માટે ઓક્સીજન સપ્લાય કરવાનુ કામ શરૂ કરી દીધુ. 
 
4000થી વધુ લોકોની કરી મદદ - શેખ કોરોના કાળમાં 4000થી વધુ લોકોની મદદ કરી ચુક્યા છે. તેમની મદદ કરવાની તેમની એક રીત છે પહેલા ઓક્સીજન  માટે 50 લોકોને કૉલ આવતા હતા પણ હવે  રોજ 500થી વધુ લોકો તેમની પાસે મદદ માંગે છે.   જો કે તએઓ સમય અને ઓક્સીજનની કમીને કારણે વધુ લોકોની મદદ નથી કરી શકતા. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર