ગુજરાતમાં કોરોના વાયરસ હાહાકાર મચાવી રહ્યો છે. ગુજરાતમાં અત્યાર સુધીમાં કોરોના વાયરસના 11 હજારથી વધુ કેસ નોંધાયા છે જ્યારે 600થી વધુ લોકોના કોરોનાને કારણે મોત થયા છે. અમદાવાદમાં કોરોના વાયરસના સૌથી વધારે કેસ નોંધાયા છે. ગુજરાતમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સોમવારે લોકડાઉન 4.0 માટે નવી ગાઈડલાઈન્સ જાહેર કરી છે.
જેમાં ગુજરાતને કન્ટેઈન્મેન્ટ ઝોન અને નોન-કન્ટેઈન્મેન્ટ ઝોન એમ બે વિભાગમાં વહેંચીને કોરોના વાયરસના સંક્રમણને કાબૂમાં રાખવા સહિત રાજ્યની આર્થિક ગતિવિધિઓ અને રોજિંદા જીવન વ્યવહારની પ્રવૃત્તિઓ માટેની નવી ગાઈડલાઈનની માહિતી આપી હતી. આજે તારીખ 19 મે, મંગળવારથી તારીખ 31 મે, રવિવાર સુધી આ નવી ગાઈડલાઈનનો રાજ્યમાં અમલ કરવામાં આવશે.
<p>મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગુજરાતમાં લોકડાઉન 4.0 સંબંધિત નવી ગાઈડલાઈન્સ વિશે વાત કરતા જણાવ્યું કે ગુજરાતમાં કન્ટેઈન્મેન્ટ ઝોનમાં આવશ્યક ચીજવસ્તુઓ અને આવશ્યક સેવાઓ સિવાય કોઈપણ પ્રકારની છૂટછાટ આપવામાં આવશે નહીં. કન્ટેઈન્મેન્ટ ઝોનની યાદી કોરોના વાયરસના કુલ કેસોની સંખ્યાના આધારે ફેરફારને પાત્ર રહેશે. અને તેનો સતત રીવ્યું કરવામાં આવશે.</p>
રાજ્યમાં કન્ટેઈન્મેન્ટ ઝોન વિસ્તારમાં સવારના 8થી બપોરના 3 વાગ્યા સુધી આવશ્યક સેવાઓ અને આવશ્યક ચીજવસ્તુઓના વેચાણ માટે છૂટ આપવામાં આવશે. તેમજ કન્ટેઈન્મેન્ટ ઝોન સિવાયના વિસ્તારમાં સવારના 8 વાગ્યાથી બપોરના 4 વાગ્યા સુધી વેપાર-ધંધા રોજગાર ચાલુ રાખી શકાશે. તો ચાલો જાણીએ અમદાવાદના કયા વિસ્તારો કન્ટેઈનમેન્ટ અને નોન કન્ટેઈનમેન્ટ ઝોનમાં આવેલા છે.
આજે તારીખ 19 મે, મંગળવારથી તારીખ 31 મે, રવિવાર સુધી કન્ટેઈન્મેન્ટ ઝોન વિસ્તારમાં સવારના 8થી બપોરના 3 વાગ્યા સુધી આવશ્યક સેવાઓ અને આવશ્યક ચીજવસ્તુઓના વેચાણ માટે છૂટ આપવામાં આવશે. અહીં નોંધનીય છે કે કન્ટેઈનમેન્ટ ઝોન તરીકે જાહેર કરાયેલા વિસ્તારોમાં કોરોના વાયરસના કેસની સંખ્યા વધુ છે. અમદાવાદમાં પૂર્વ વિસ્તારમાં અને તેમાં પણ ખાસ કરીને જૂના અમદાવાદ એટલે કે કોટ વિસ્તારોના વોર્ડ કન્ટેઈનમેન્ટ ઝોનમાં સામેલ છે.