હેલ્થ બુલેટિન જોઈને જે તે વિસ્તારના લોકો ખુદને ક્વોરોંટાઈન કરી લે છે - વડોદરા ગ્રાઉંડ રિપોર્ટ

કલ્યાણી દેશમુખ

શુક્રવાર, 8 મે 2020 (20:14 IST)
વડોદરા શહેર અને જિલ્લામાં કોરોના વાઈરસના કુલ પોઝિટિવ દર્દીઓનો આંક 500 દર્દીઓ પર પહોંચી ગયો છે અને મૃત્યુઆંકનો 31 ઉપર પહોંચ્યો છે.  વડોદરાના કમિશ્નર અનુપમસિંહ ગેહલોતે રજુ કરેલી રિપોર્ટ મુજબ વડોદરા શહેરમાં કોરોનાની હાલની પરિસ્થિતિ અને ભવિષ્યની સંભવિત સ્થિતિને ધ્યાનમાં રાખી લોકોને શાકભાજી સહિતની જીવનજરૂરી ચીજવસ્તુ મળી રહે તેમજ સોશિયલ ડિસ્ટન્સિંગ સહિતના સુરક્ષિત પગલા પણ લેવાય તે માટે વહીવટીતંત્રે ચાર મહત્વના નિર્ણય કર્યાં શાકભાજીના ફેરિયાઓને સુપર સ્પ્રેડર ગણવામાં આવે છે ત્યારે 2500 જેટલા શાકભાજીવાળાઓએ આગામી ત્રણ દિવસમા તેમના નજીકના અર્બન હેલ્થ સેન્ટરમાં બપોરના સમયે જઇને પ્રો એકટીવ સ્ક્રિનિંગ કરાવવાનું રહેશે અને જરૂર પડે તો સેમ્પલ પણ આપવાનું રહેશે.આ સ્ક્રીંનિંગ દરમ્યાન ડાયાબિટિશ, હાઇપરટેન્શન, કિડનીની બીમારી, શ્વાસની બીમારી મળી આવશે તો તેમને હાઇરિસ્ક ગણીને તેમની તેમજ 65 વર્ષથી વધુ વયના લોકોની શાકભાજી વેચાણની પરવાનગી રદ કરીને હોમ ક્વોરન્ટીન કરવામાં આવશે. બીજુ, શાકભાજીવાળાના હેલ્થ કાર્ડ આ સેન્ટર ખાતે રાખવામાં આવશે અને જે શાકભાજીવાળા ત્રણ ત્રણ દિવસના સમયાંતરે હેલ્થ સેન્ટરમાં આવીને નિયમિત સ્ક્રિનિંગ નહીં કરાવે તેમની પરવાનગી પણ આપોઆપ રદ કરી દેવામાં આવશે. 
 
લોકડાઉનના સમયગાળામાં ઇન્ડસ્ટ્રીઝ, હેલ્થ કેર યુનિટ્સ, દુકાનો, મોલ વગેરેને કાર્યરત રાખવા તેમજ શાકભાજી-ફળફળાદિના વેચાણ માટે અધિકૃત કક્ષાએથી પાસ મેળવેલા છે.  આ સિવાય, સરકાર દ્વારા પણ કેટલીય વ્યકિતને છુટછાટ આપવામાં આવી છે. આ તમામ લોકોએ પોતાનું સતત સેલ્ફ સ્ક્રીનીંગ કરવાનું રહેશે અને જો તેમને તાવ, શરદી, ખાંસી, ગળાનો દુખાવો, શ્વાસ લેવામાં તકલીફ જેવા લક્ષણો હોય તો નજીકના હેલ્થ સેન્ટરમાં અથવા પાલિકાના ટોલ ફ્રી નંબર 1800 233 0265 પર જાણ કરવાની રહેશે. જો આવુ કરવામાં નહીં આવે તો તેવા લોકો સામે એપિડેમિક એક્ટ અંતર્ગત એપિડેમિક ડીસીઝ કોવિડ-19,રેગ્યુલેશન-2020 મુજબ કાર્યવાહી કરવામાં આવશે.વડોદરાના ખત્રીપોળ વિસ્તારમાં રહેતા બંકિમ દેસાઈ મુજબ અહી જે વિસ્તારમાં કોરોના પોઝીટીવ કેસ આવી જાય છે તે વિસ્તારના લોકો આપમેળે જ ખુદને ક્વોરેંટાઈન કરી લે છે. તેમને કેવી રીતે ખબર પડે છે કે તેમના વિસ્તારમાં કેસ છે કે નહી તો તેના જવાબમાં તેમણે વેબદુનિયાને જણાવ્યુ કે અહી રોજ સાંજે 5 વાગે હેલ્થ બુલેટિન રજુ થાય છે જેમાં કયા એરિયામાં કેટલા કેસ છે તેની કોરોના પેશન્ટના નામ સાથે હેલ્થ બુલેટિન રજુ કરાય છે જે વોટ્સએપ મારફતે રોજ વાયરલ થઈ જાય છે અને આમ દરેકને જાણ થઈ જાય છે કે તેમના એરિયામાં કેસ છે કે નહી. 


 
વડોદરાની  ONGCમાં કાર્ય કરતા શ્રીમતી નેહા વ્યાસના કહેવા મુજબ તેમની કંપની લોકડાઉનના સમયગાળામાં પણ ચાલુ છે. તેમને ગાડી પર 
 
ઈમરજન્સીનુ સ્ટીકર લગાડી આપ્યુ છે જેથી પોલીસ રોકતી નથી. માસ્ક પહેરવો ફરજિયાત  છે.  ઓફિસમાં કામ કેવી રીતે કરો છો જેના જવાબમાં તેમણે વેબદુનિયાને જણાવ્યુ કે અમને અલ્ટરનેટ ડે બોલાવવામાં આવે છે અને ઓફિસ ટાઈમ 9 થી 1 નો છે. નો લંચ. પાણી ઘરેથી જ લઈ જવુ પડે છે. 
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર