વડોદરાના હોટસ્પોટ નાગરવાડા વિસ્તારમાં કોરોના વાઈરસના વધુ 5 પોઝિટિવ કેસ નોંધાયા

બુધવાર, 8 એપ્રિલ 2020 (19:34 IST)
વડોદરાના હોટસ્પોટ બની ગયેલા નાગરવાડા વિસ્તારમાં કોરોના વાઈરસના વધુ 5 પોઝિટિવ કેસ નોંધાયા છે. વડોદરામાં અત્યાર સુધી કોરોના વાઈરસના પોઝિટિવ કેસનો આંકડો 18 થયો છે. વડોદરા જિલ્લા કલેક્ટર શાલિની અગ્રવાલની સૂચનાથી નાગરવાડા વિસ્તારમાં તકેદારીના પગલાં તરીકે માસ સેમ્પલિંગ કરાવવામાં આવ્યું હતું. તે દરમિયાન 5 નવા કોરોના વાઈરસના પોઝિટિવ કેસ મળી આવ્યા છે. વડોદરા શહેરના નાગરવાડા સૈયદપુરામાં રહેતા ફિરોજખાન પઠાણ ફૂડ પેકેટની સેવા પૂરી પાડતા હતા. દરમિયાન તેઓને કોરોના વાઇરસ પોઝિટીવ આવ્યો હતો. ત્યારબાદ તેમના 15 વર્ષના પુત્ર, 22 વર્ષના પુત્રના પુત્ર અને પાડોશીનો રિપોર્ટ પોઝિટિવ આવતા શહેરમાં હાહાકાર મચી ગયો હતો. એક જ પરિવારના 3 સભ્યોમાં કોરોના વાઇરસ પોઝિટિવ આવતા તંત્રને એલર્ટ કરી દેવામાં આવ્યું છે. આ સાથે લોકલ ટ્રાન્સમિશનના વધેલા કેસને ધ્યાનમાં લઇ તંત્ર દ્વારા લોકડાઉનમાં ફૂડ સેવા આપતી સંસ્થાઓ ઉપર ફૂડ સેવાની કામગીરી ઉપર પ્રતિબંધ મુકી દેવાનો પણ નિર્ણય ત્વરીત લેવામાં આવ્યો હતો. અને નાગરવાડા વિસ્તારને માસ ક્વોરન્ટીન કરીને સીલ કરી દેવામાં આવ્યો હતો. ત્યારબાદ હવે વધુ 5 કોરોના પોઝિટિવ કેસ આવ્યા છે. વડોદરાના ફતેગંજ વિસ્તારમાં રહેતા એનઆરઆઇ મયંક રાયનું અમેરિકામાં કોરોના વાઈરસથી મોત થયું છે. મયંક રાયનો અમેરિકામાં મોટેલનો બિઝનેશ હતો. લીમડા પોળમાં કડિયા મસ્જિદમાં નમાઝ પઢવા ભેગા થયેલા 7 લોકોની રાવપુરા પોલીસે ધરપકડ કરી છે. કોરોનાની મહામારીને પહોંચી વળવા માટે વડોદરા રેલવે વિભાગ દ્વારા વડોદરા શહેરમાં આઇસોલેશન માટે ટ્રેનના 15 કોચમાં 120 બેડ તૈયાર કરાયા છે.  
 
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર