અમદાવાદમાં પેઈંગ ગેસ્ટ તરીકે રહેતા વિદ્યાર્થીઓ અને યુવાઓનો સર્વે કરવામાં આવશે

મંગળવાર, 31 માર્ચ 2020 (15:41 IST)
કોરોના વાઈરસના સંક્રમણ સામે લડવા માટે રાજ્ય સરકારના આદેશથી હાલ સમગ્ર રાજ્યમાં શહેરો, તાલુકાઓ અને ગામડાઓમાં સર્વે હાથ ધરવામાં આવ્યો છે જે અંતર્ગત અમદાવાદ જિલ્લા કલેકટર દ્વારા અમદાવાદ શહેરમાં જુદા જુદા એપાર્ટમેન્ટ , ફ્લેટસ બંગલા અને રોહાઉસમાં રહેતા પેઈંગ ગેસ્ટ યુવાનો અને વિદ્યાર્થીઓનો સર્વે કરવાનો આદેશ કરવામાં આવ્યો છે. અમદાવાદ શહેરમાં મોટી સંખ્યામાં પેઈંગ ગેસ્ટ તરીકે વિદ્યાર્થીઓ અને યુવાનો રહે છે અને અભ્યાસ તેમજ નોકરી કરે છે ત્યારે પીજી તરીકે રહેતા આ વિદ્યાર્થીઓ અને યુવાઓનો સર્વે કરવા માટે 6 સરકારી અધિકારીઓની ટીમ રચવામાં આવી છે.આ અધિકારીઓ હાલ અમદાવાદ શહેરના જુદા જુદા પોલીસ સ્ટેશનમાં ફરીને પીજી તરીકે રહેતા વિદ્યાર્થીઓનો અને યુવાઓનો ડેટા મેળવાશે અને આ ડેટાના આધારે જુદા જુદા વિસ્તારમાં ફરીને પીજી સ્ટુડન્ટ અને યંગસ્ટર્સનો રૂબરૂ સર્વે હાથ ધરશે. જેમાં વિદ્યાર્થીઓને તેમની ટ્રાવેલ્સ હિસ્ટરી અને તેમના અભ્યાસ તેમજ કોરોનાવાયરસના લક્ષણો વિશે પુછવામાં આવશે.  ઉપરાંત આ પી.જી સ્ટુડન્ટ અને યુવાઓ દ્વારા કઈ રીતે જમવાની વ્યવસ્થા કરવામાં આવે છે તેમજ તેમના ઘરે રસાયણ જુદા જુદા રસોઈયા દ્વારા કઈ રીતે રસોઈ બનાવવામાં આવે છે અને તેઓ હાલ તમને સાથે જ રહે છે કે કેમ તે અંગેના પ્રશ્નો પુછવામાં આવશે.  વધુમાં તેઓ એપાર્ટમેન્ટની બહાર ક્યારે અને શા માટે જાય છે તેમજ કોના કોના સંપર્કમાં આવ્યા છે અને અને બહાર કોને મળવા જાય છે તે સહિતના પ્રશ્નો પૂછીને પણ ડેટા સર્વે તૈયાર કરાશે.
 
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર