જાણો શુ છે કોરોના પાસપોર્ટ, જે વિશ્વમાં પહેલીવાર ઈઝરાયેલ પોતાના નાગરિકોને આપી રહ્યુ છે

શુક્રવાર, 18 ડિસેમ્બર 2020 (14:17 IST)
ઈઝરાયેલે પોતાના નાગરિકો માટે ગ્રીન પાસપોર્ટ રજુ કરવાનુ એલાન કર્યુ છે. આવુ કરવામાં આ દુનિયાનો પ્રથમ દેશ હશે. આ પાસપોર્ટ એ લોકોને રજુ કરવામાં આવશે જેમને કોરોના વેક્સીન લાગી ચુકી છે. ઈઝરાયેલ સરકારે આ પગલુ એ માટે ઉઠાવ્યુ છે જેથી વેક્સીન લગાવનારા પોતાના નાગરિકોને અન્ય દેશની યાત્રા દરમિયાન ક્વારંટીન અને કોરોનાના અન્ય પ્રતિબંધોમાંથી છૂટ મળી શકે. ઈસરાયલી મીડિયા રિપોર્ટ્સ મુજબ ગ્રીંન પાસપોર્ટ ધારકોને સાંસ્કૃતિક કાર્યક્રમો અને રેસ્ટોરંટમાં ખાવા સંબંધી એ બધી વસ્તુઓની મંજુરી મળશે, જેના પર વેક્સીન નહી લાગવાને કારણે રોક લાગી હતી. આ પાસપોર્ટને લેવા માટે વ્યક્તિએ વેક્સીનની બંને ખોરાક લેવી અનિવાર્ય રહેશે.  
 
અસલી હેતુ શુ ૵ 
 
ઉલ્લેખનીય છે કે સરકારે આ પગલા પાછળની ઈચ્છા કંઈક અન્ય જ છે.  તાજેતરમાં થયેલ સર્વેમાં જાણ થઈ છે કે 50 થી 75 ટકા ઈસરાઈલી નાગરિક કોરોના વાયરસની વેક્સીન નથી લગાવવા માંગતા  કારણ કે તેમને બીક છે કે વેક્સીન તૈયાર કરવામાં ક્યાક ઉતાવળ થઈ તો તેમનો જીવ ક્યાક જોખમમાં ન મુકાય જાય.  
 
આવામાં સરકાર ગ્રીન પાસપોર્ટ દ્વારા આપવામાં આવેલ છૂટના માધ્યમથી પોતાના નાગરિકોએન વેક્સીન લગાવવા માટે પ્રોસ્તાહિત કરવા માંગે છે. ઈઝરાયેલમાં આગામી અઠવાડિયે મોટા સ્તર પર ટીકાકરણ પ્રોગ્રામની શરૂઆત કરવામાં આવશે. દેશના સ્વાસ્થ્ય મંત્રી યૂલી એડલસ્ટીને ચેનલ 13 સાથે વાતચીતમાં કહ્યુ, ગ્રીન પાસપોર્ટની મદદથી વાયરસ વગરનો ટેસ્ટ કરાવતા યાત્રા વિદેશ યાત્રા કરી શકશે.  ઉલ્લેખનીય છે કે મોટાભાગના દેશોમાં હાલ હવાઈ  મથક પર જ વાયરસનો ટેસ્ટ કરવામાં આવી રહ્યો છે. એડલસ્ટીને જોર આપીને કહ્યુ કે ટીકાકરણ કરાવનારા લોકોને લાભ પેકેજ પ્રદાન કરવાનો વિચાર નથી, પણ જે લોકોને વેક્સીન લગાવ્યા પછી કોવિડ-19 નો ખતરો નહી રહે, તેઓ આવા કામ કરી શકે છે. જે હાલ અન્ય લોકો નથી કરી શકી રહ્યા. ઈઝરાયેલના હેલ્થ ડાયરેક્ટર ચીજે લેવીએ જનાવ્યુ કે ગ્રીન પાસપોર્ટઘારી બધા પ્રકારની ઈવેંટમાં ભાગ લઈ શકશે અને દુનિયામાં ક્યાય પણ મુસાફરી કરી શકશે. પાસપોર્ટ  બતાવશે કે ધારકે વૈક્સીન લઈ લીધી છે અને તેનાથી હવે કોઈને સંકટ નથી. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર