અમદાવાદના ખખડધજ રસ્તાઓની પોલ ઉઘાડી પડી, જાગૃત નાગરિકે મ્યુનિસિપલ કોર્પોરેશન પાસે માંગ્યું 3.25 લાખનું વળતર

શુક્રવાર, 28 ઑગસ્ટ 2020 (13:02 IST)
વરસાદી માહોલમાં શહેરના માર્ગો લોકો માટે ખતરાથી ખાલી નથી. ઘણી જગ્યાએ એવી સ્થિતિ છે કે અહીં જીવલેણ અકસ્માતની આશંકાને નકારી પણ ન શકાય. રસ્તા પર મોટા મોટા ગાબડા રાહદારીઓ માટે મુસીબત બની ગયા છે. નેશનલ હાઇવે પર પડેલા ગાબડાના કારણે વાહનો ડાન્સ કરતાં એવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. આ મુસીબતનો સામનો કરી રહેલા એક જાગૃત નાગરિકે ખરાબ રોડ-રસ્તા હોવાના કારણે મ્યુનિસિપલ કોર્પોરેશનને નોટીસ મોકલી 3.25 લાખ રૂપિયાના વળતરની માંગ કરી છે. 
 
મળતી માહિતી અનુસાર શહેરમાં વાહન ચાલક મ્યુનિસિપલ કોર્પોરેશનને ટેક્સ ભરે છે, તો ખાડા વિનાના રોડની સુવિધા પુરી પાડવી કોર્પોરેશનની જવાબદારી છે. પરંતુ કોર્પોરેશને લોકોને સારા રોડ પુરા પાડવાની જવાબદારી નિભાવી નથી અને લોકોને ખરાબ ઉબડ ખાબડ રસ્તાઓના કારણે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. 
 
આ દરમિયાન એક સામાજિક કાર્યકરત જશવંત સિંહ વાઘેલાએ મ્યુનિસિપલ કમિશ્નરને આ અંગે 3.25 લાખ રૂપિયાના વળતર માટે નોટીસ પાઠવી છે. તેમણે નોટીસમાં લખ્યું છે કે રોડ રસ્તા પર પડેલા ખાડા કારણે માનસિક રીતે પરેશાની ભોગવવા માટે 25 હજાર અને વ્હીકલ ટેક્સ ભર્યા બાદ પણ યોગ્ય રોડ રસ્તા ન હોવાથી 2 લાખ રૂપિયા અને કમરમાં દુખાવો થયો હોવાથી એક લાખ રૂપિયા એમ કુલ મળીને 3.25 લાખ રૂપિયાના વળતરની નોટીસ પાઠવી છે. 
 
અ ત્રે ઉલ્લેખનીય છે કે સીએમઓ દ્વારા શહેરમાં ખાડા પુરવાનો આદેશ આપવામાં આવ્યો છે. ત્યારબાદ તમામ વિસ્તારોમાં એન્જીનિયરોને પોતાના વિસ્તારમાં ખાડા પુરવાનું કામ શરૂ કરી દીધું છે. જેના પરિણામે એક દિવસમાં 700થી વધુ ખાડા પુરવામાં આવ્યા છે. શહેરના 7 વિસ્તારોમાં કુલ 2122 ખાડામાંથી 700થી વધુ ખાડા પુરવાની કામગીરી પુરી થઇ ગઇ છે. 
 
ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકર સિંહ વાઘેલાએ પણ ગુજરાત સરકારની પોલ ખોલતાં સોશિયલ મીડિયા પર સતત પ્રહાર કર્યા છે. તેમણે શહેરના રોડ રસ્તાને લઇને સરકારની પોલ ઉઘાડી પાડી છે. આ આ અંગે તેમણે એક ફોટો પણ ટ્વિટ કર્યો છે. ડ્રોન કેમેરા વડે લેવામાં આવેલો આ ફોટોમાં રસ્તો નહી  જાણે સ્વિમિંગ પુલ હોય એવું લગે છે. જ્યાં જુઓ ત્યાં ખાડા અને વરસાદી પાણી ભરાઇ ગયેલા જોવા મળે છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર