કોરોના વાયરસની બીજી લહેરનો સામનો કરી રહેલ ભારત માટે એક સારા સમાચાર સામે આવ્યા છે. ડીઆરડીઓની એક લૈબ ઈસ્ન્ટીટ્યુટ ઓફ ન્યુક્લિયર મેડિસિન એંડ એલાઈડ સાયંસેઝ દ્વારા ડોક્ટર રેડ્ડીની લૈબ સાથે મળીને બનાવેલ કોરોનાની ઓરલ દવા-2-ડિઓક્સી-ડી-ગ્લુકોઝને ભારતમાં કટોકટીના સમય માટે ઉપયોગ કરવાની મંજુરી આપવામાં આવી છે. દવાના ક્લિનિકલ ટ્રાયલના પરિણામ બતાવે છે કે આ દવા હોસ્પિટમા રહેતા કોરોનાના દર્દીઓની જલ્દી રિકવરીમાં સહાયક છે અને સાથે જ આ દવાથી દર્દીઓને ઓક્સીજનની વધુ જરૂર પડતી નથી.
એવુ બતાવ્યુ છે કે આ દવાને લેનારા કોરોના દર્દીઓની રિપોર્ટ આરટી-પીસીઆર ટેસ્ટમાં નેગેટિવ આવી છે. આ મહામારીમાં કોરોના વાયરસ સામે લડી રહેલ લોકો માટે આ દવા ખૂબ લાભકારી સાબિત થઈ શકે છે. પીએમ મોદીની કોરોના મહામારી વિરુદ્ધ તૈયાર થઈને રહેવાની વાત પર અમલ કરતા ડીઆરડીઓએ કોરોનાની દવા-2 ડીજી બનાવવાનુ પગલુ ઉઠાવ્યુ.
એપ્રિલ 2020માં મહામારીની પ્રથમ લહેર દરમિયાન INMAS-DRDO વૈજ્ઞાનિકોને હૈદરાબાદના સેંટર ફોર સેલ્યુલર એંડ મૌલિક્યુલર બાયોલોજી (CCMB)ની મદદથી પ્રયોગશાલામાં પ્રયોગ કરવામાં આવ્યા અને જોયુ કે આ અણુ SARS-CoV-2 વાયરસના વિરુદ્ધ પ્રભાવી રૂપે કામ કરે છે અને વાયરસની વૃદ્ધિને રોકે છે. આ પરિણામોના આધાર પર DGGI એ મે 2020માં આ દવાના બીજા ચરણના ટ્રાયલ કરવાની મંજોરી આપી હતી.
ડીઆરડીઓના વૈજ્ઞાનિકોએ એપ્રિલ 2020માં લૈબમાં આ દવા પર એક્સપરિમેંટ કર્યો હતો. એક્સપરિમેંટમાં જાણ થઈ કે આ દવા કોરોના વાયરસને રોકવામાં મદદ કરે છે. જેના આધા પર DCGI એ મે 2020 માં ફેઝ IIa ના ટ્રાયલ 6 અને ફેઝ IIb ના ટ્રાયલ 11 હોસ્પિટલમાં કરવામાં આવ્યા. 110 દરદીઓની સામેલ કરવામાં આવ્યા. આ ટ્રાયલ મે થી ઓક્ટોબરની વચ્ચે કરવામાં આવ્યુ હતુ.
ફેઝ III - ડિસેમ્બર 2020થી માર્ચ 2021ની વચ્ચે દેશભરમા& 27 હોસ્પિટલોમા ફેઝ IIIના ટ્રાયલ્સ થયા. આ વખતે 220 દર્દીઓ તેમા સામેલ કરવામાં આવ્યા. આ ટ્રાયલ દિલ્હી, યુપી, બંગાળ, ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્ર, આંધ્ર, તેલંગાના, કર્ણાટક અને તમિલનાડુમાં કરવામાં આવ્યા
કેવી રીતે કામ કરે છે આ દવા - આ દવા પાવડરના રૂપમાં આવે છે. જેને પાણીમાં ઓગાળીને લેવામાં આવે છે. આ દવા સંક્રમિત કોશિકાઓમાં જમા થાય છે અને વાયરલ સિંથેસિસ અને એનર્જી પ્રોડકશન કરી વાયરસને વધતા રોકે છે. આ દવાની ખાસ વાત એ છે કે આ વાયરસથી સંક્રમિત કોશિકાઓની ઓળખ કરે છે. આ દવા આવા સમયમાં ખૂબ કારગર સાબિત થઈ શકે છે. જ્યારે દેશભરમાં દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે અને દર્દીઓને ઓક્સીજનની જરૂર પડી રહી છે દાવો કરવામાં આવી રહ્યો છે કે દવાને કારણે દરદીઓને વધુ દિવસ સુધી હોસ્પિટલમાં રોકાવવાની જરૂર પણ નહી પડે.