કોરોના વાયરસ - હજારો મરઘીઓ અને તેના પીલ્લાઓને જીવતા ડાંટી દીધા

ગુરુવાર, 12 માર્ચ 2020 (12:13 IST)
કોરોના વાયરસને કારણે મરઘીઓની કિમંતોમાં ભારે ઘટાડો થયો છે.  જેના કારણે મંગળવારે બેલાગવી અને કોલાર જીલ્લાના મરઘી પાલન કરનારા ખેડૂતોએ પોતના ફાર્મની હજારો મરઘીઓને જીવતી દફનાવી દીધી. ધ ન્યૂઝ મિનિટની રિપોર્ટ મુજબ સોમવારે એક પોલ્ટ્રી ફાર્મના માલિક નજીર અહમદ મકંદરે ગોકકના નુલસોરમા લગભગ 6 હજાર મરઘીઓને જીવતી દાટી દીધી. તેમણે કહ્યુ કે પહેલા મરઘી 50થી 70 રૂપિયા પ્રતિ કિલો વેચાય રહી હતી. હવે તેની કિમંત એટલી ઘટી ગઈ કે તે 5-10 રૂપિયા કિલોમાં વેચાય રહી છે. 
 
વાયરલ થઈ રહ્યો છે વીડિયો 
 
નજીરે મરઘીઓને ખાડામાં જીવતા દફનાવતો એક વીડિયો પણ શૂટ કર્યો છે. હવે આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જે સાથે જ આ પણ અફવા ફેલાય રહી છે કે મરઘીઓને કોરોના વાયરસ ફેલાવવાના ભયથી જીવતી દફનાવી દીધી છે. ઉલ્લેખની છે કે નજીર ગોગકના એક પોલ્ટ્રી ફાર્મનો માલિક છે. 

વીડિયો સાભાર - ટ્વિટર 
 
9500 પિલ્લુઓને પણ ડાંટી દીધા 
 
બીજી બાજુ ડેક્કન ક્રોનિકલ ની એક રિપોર્ટ મુજબ આવી જ એક ઘટના કોલાર જીલ્લાના બાંગરપેટ તાલુકમાં થઈ. અહી રામચંદ્ર રેડ્ડીના એક ફાર્મના માલિકે 9500 મરઘીના બચ્ચાને જીવતા ડાંટી દીધા. આ ફાર્મને ચલાવનારા સતીશે મરઘીઓને દફનાવવાના નિર્ણય પાછળ 20,000 રૂપિયા સુધીના નુકસાનનો હવાલો આપ્યો. 
 
ફેલાય રહી છે અફવા 
 
કોરોના વાયરસ ફેલાયા પછી આવી અફવાઓ સામે આવી રહી છે કે ચિકન ખાવાથી પણ આ વાયરસના ફેલાવવાનો ખતરો છે. આવો જ એક સંદેશ બેંગલુરૂમાં વોટ્સએપ ગ્રુપમાં શેયર કરવામાં આવી રહ્યો છે.  જેમા લખ્યુ છે  હાઈ એલર્ટ આજે બેંગલુરૂમાં કોરોના વાયરસથી સંક્રમિત ચિકન જોવા મળ્યુ છે. મહેરબાની કરીને આ સંદેશ ફેલાવો અને ચિકન ખાવાથી બચો. તેને પોતાના મિત્રો અને સંબંધીઓ સાથે શેયર કરો. 
 
આ રીતે ફેલાય રહ્યો છે કોરોના 
 
એક રિપોર્ટ મુજબ મહારાષ્ટ્રના દહાનુમાં પણ એક પોલ્ટ્રી ખેડૂતે 5.8 કરોડ રૂપિયાની કિમંતની પોલ્ટ્રી ઉપ્તાદોને નષ્ટ કરી દીધા છે. જેમા એક દિવસના 1.75 લાખ પક્ષી અને 9 લાખ હૈચરી એમ્સનો સમાવેશ છે.  જો કે હેલ્થ પ્રોફેશનલ્સનુ કહેવુ છે કે આ વાયરસ સંક્રમિત લોકોના એયર ડ્રોપ દ્વારા ફેલાય રહ્યો છે.  આ એ લોકોથી જે તેનાથી સંક્રમિત છે. પણ તેમના બીમાર હોવાના કોઈ લક્ષણ દેખાતા નથી.  ઉલ્લેખનીય છે કે કોરોનાના કારણે દુનિયાભરમાં 4 હજારથી વધુ લોકોના જીવ ગયા છે. જ્યારે કે  1 લાખથી વધુ લોકો તેનાથી સંક્રમિત છે. 
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર