કોરોના મહામારી જાહેર, જાણો શુ બદલાય જશે ?

ગુરુવાર, 12 માર્ચ 2020 (17:52 IST)
વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને હવે કોરોના વાયરસને પૈનડેમિક એટલે કે મહામારી જાહેર કરી દીધી છે.  આ પહેલા ડબલ્યુએચઓએ કોરોના વાયરસને મહામારી કહ્યુ નહોતુ 
મહામારી એ બીમારીને કહેવામાં આવે છે જે એક જ સમયમાં દુનિયાના જુદા જુદા દેશોના લોકોમાં ફેલાય રહી હોય  ડબલ્યુએચઓના અધ્યક્ષ ડૉ. ટેડરોઝ આધ્યનોમ ગેબ્રેયેસોસે કહ્યુ છે કે તેઓ હવે કોરોના વાયરસ માટે મહામારી શબ્દનો ઉપયોગ કરી રહ્યા છે. કારણ કે વાયરસને લઈને નિષ્ક્રિયતા ચિંતાજનક છે. 
 
મહામારી શુ હોય છે ?
 
આ પરિભાષા ફક્ત એ સંક્રમણકારી બીમારીઓ માટે ઉપયોગમાં કરવામાં આવે છે જે ખૂબ જ ઝડપથી અનેક દેશોમાં એક સાથે લોકોના વચ્ચે સંપર્કથી ફેલાય છે. 
 
આ પહેલા વર્ષ 2009માં સ્વાઈન ફ્લુને મહામારી જાહેર કરવામાં આવી હતી. વિશેષજ્ઞોના મુજબ સ્વાઈન ફ્લુને કારણે અનેક લાખ લોકો માર્યા ગયા હતા. 
 
મહામારી હોવાની વધુ શક્યતા ત્યારે હોય છે જ્યારે વાયરસ એકદમ નવો હોય. સહેલાઈથી લોકોમાં સંક્રમિત થઈ રહ્યો હોય અને લોકો વચ્ચે સંપર્કથી પ્રભાવી અને નિરંતર ફેલાય રહ્યો હોય. કોરોના વાયરસ આ બધા માપદંડને પૂરો કરે છે. 
 
અત્યાર સુધી કોરોના વાયરસનો કોઈ ઈલાજ કે રસી આવી નથી. વાયરસને ફેલાતા રોકવો જ સૌથી મહત્વનુ છે. 
 
હવે કોરોના વાયરસને મહામારી કેમ કહેવામાં આવી રહી છે ?
 
નેપલ્સથી રોમના સુપરમાર્કેટ્સ અને મિલાન સુધી, કોરોના વાયરસે સૌને ચપેટમાં લઈ રાખ્યા છે. 
 
ફેબ્રુઆરીના અંતમાં ડૉ. ટેડરોજે કહ્યુ હતુ કે કોરોના વાયરસમાં મહામારી બનવાની ક્ષમતા છે. પણ હાલ આ મહામારી નથી કારણ કે અમે દુનિયાભરમાં તેનો અનિયંત્રિત વિસ્તાર જોઈ રહ્યા નથી. 
 
પણ હવે એ દેશોની સંખ્યા વધી ગઈ છે. જેમા કોરોનાના મામલો સામે આવ્યો છે. તાજા આંકડાના મુજબ 114 દેશોમાં અત્યાર સુધી  118000 મામલા સામે આવ્યા છે. 
 
પણ વાયરસના વિશે ભાષા કે પરિભાષાને બદલવાથી વાયરસ કેવી રીતે ફેલાય રહ્યો છે તેના પર કોઈ અસર નથી થાય. પણ ડબલ્યુએચઓને લાગે છે કે હવે દેશ તેને લઈને વધુ ગંભીર થઈ જશે.  ડૉ. ટેડરોજે કહ્યુ કેટલાક દેશ ક્ષમતાની કમીનો સામનો કરી રહ્યા છે.  કેટલાક સંસાધનોની કમી સામે ઝઝૂમી રહ્યા છે અને કેટલાક દેશ ઈચ્છાશક્તિની કમીનો સામનો કરી રહ્યા છે.  તેમણે કહ્યુ કે ડબલ્યુએચઓ ઈચ્છે છે કે બધા દેશ આ પગલા ઉઠાવે. 
 
કટોકટીની પ્રતિક્રિયા તંત્રને લાગુ કરવામાં આવે અને તેની ક્ષમતા વધારવામાં આવે. 
 
લોકોને તેના ખતરા અને બચાવ વિશે બતાવવામાં આવે. 
 
કોરોના વાયરસના સંક્રમણના દરેક મામલાને શોધે. ટેસ્ટ કરે. સારવાર કરે અને તેના સંપર્કમાં આવેલા બધા લોકોને ઓળખ કરે. 
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર