પ્રભુ ઈશુના સ્વર્ગારોહણ બાદ સંત યોહન યેરૂશલમમાં કુમારી મરિયાની સાર-સંભાળ તથા ફિલિસ્તાનમાં ખ્રીસ્તી ધર્મનો પ્રચાર કરતાં હતાં. ત્યાંથી તેઓ એશિયાઈ કોચક ગયાં અને ત્યાં પણ કુમારી મરિયાની સાર-સંભાલ રાખતાં એફેસુસને નગરના પ્રથમ ધર્માધ્યક્ષ તરીકે પસંદ કરાયા. રોમન સમ્રાટ દોમિશિયનના સમયે તેઓને પકડીને રોમમાં મોકલી દેવામાં આવ્યાં. ધર્મનો પ્રચાર કરવાને લીધે સંત યોહનને પ્રાણદંડની સજા આપવામાં આવી.
સમ્રાટે તેને ઉકળતાં તેલની કઢાઈમાં નાંખ્યો પણ તેને ઈશ્વરની કૃપાને લીધે જરા પણ આંચ આવી નહિ. આ જોઈને સમ્રાટે યોહનને પતમસ દ્વીપમાં નિર્વાસિત કરી દિધો જ્યાંથી તે ફરીથી સમ્રાટ દોમિશિયનના મૃત્યું બાદ જ એફુસસ પાછા આવી ગયાં. સંત યોહને પોતાના સુસમાચાર સિવાય ત્રણ ધર્મપત્રો પણ લખ્યાં છે. તેમનું એક વધું પુસ્તક પ્રકાશના ગ્રંથ છે. ઈ.સ. 100માં લગભગ 976 વર્ષની ઉંમરમાં તેઓ પરલોક સિધારી ગયાં હતાં.