ઈસુના ચમત્કારો

W.D

ગેલીલિયોના કાના શહેરની અંદર ત્રીજા દિવસે એક લગ્ન હતાં. આ લગ્નની અંદર ઈશુ, તેમની મા અને તેમના શિષ્ય પણ ભાગ લેવાના હતાં. જ્યારે ત્યાં અંગુરી પુર્ણ થઈ ગઈ ત્યારે ઈશુની માએ તેમને કહ્યું કે અંગુરી ખત્મ થઈ ગઈ છે અને તેમની પાસે અંગુરી નથી. ઈશુએ પોતાની માને જવાબ આપ્યો- માતા એનાથી તમને અને મને શુ? હજી સુધી મારો સમય નથી આવ્યો. તેમની માએ સેવકોને કહ્યું કે તે લોકો તમને જે આદેશ આપે તેનું જ પાલન કરજો.

ત્યાં યહુદીઓના શુદ્ધિકરણ માટે છ માટલા રાખવામાં આવ્યાં હતાં. તેની અંદર બે થી ત્રણ મણ પાણી રહી શકે તેમ હતું. ઈશુએ સેવકોને કહ્યું કે માટલાની અંદર પાણી ભરી દો. સેવકોએ આ કામ તુરંત જ કરી દિધું. પછી તેમને કહ્યું કે હવે તેને કાઢીને ભોજ પ્રબંધકની પાસે લઈ જાવ. તેમણે એવું જ કર્યું.

પ્રબંધકે તે પાણીને ચાખ્યું જે હવે અંગુરી બની ગઈ હતી. તેને સમજાતુ ન હતું કે આ અંગુરી ક્યાંથી આવી હતી. જે સેવકોએ પાણી કાઢ્યું હતું તેઓ તો જાણતા હતાં. એટલા માટે પ્રબંધકે વરરાજાને બોલાવીને કહ્યું કે બધા સૌથી પહેલાં આ અંગુરી ચાખો. જ્યારે બધાએ અંગુરી ચાખી તો તેમણે કહ્યું કે આટલી સરસ અંગુરી હજી સુધી તમે મુકી કેમ રાખી હતી.

ઈસુએ પોતાનો આ પહેલો ચમત્કાર ગલીલિયોમાં દેખાડ્યો હતો. તેમણે પોતાની મહિમા પ્રગટ કરી હતી અને પોતાના શિષ્યોની અંદર આત્મવિશ્વાસ ઉત્પન્ન કર્યો હતો.

વેબદુનિયા પર વાંચો