સાથે બેસીને સમજાવવું પણ જરૂરી છે
જો તમારું બાળક થોડું મોટું થઈ ગયું છે અને તમારી વાત સમજવાનું શરૂ કરી દીધું છે, તો આવી સ્થિતિમાં તમે બાળકને તેની આડ અસરો પ્રેમથી સમજાવી શકો છો. બાળકો સાથે થોડો સમય ખર્ચ કરો. તેની દિનચર્યામાં મોબાઈલના ઉપયોગ માટે એક સમય નક્કી કરો અને બાળક તે સમય કરતાં વધુ મોબાઈલ ફોનનો ઉપયોગ ન કરે તેની ખાતરી કરો. માતાપિતા પણ તમારું બાળક મોબાઈલ પર શું જોઈ રહ્યું છે તેની પણ તમારે જાણ હોવી જોઈએ. જો શક્ય હોય તો, કેટલીક મોબાઇલ એપ્લિકેશન પર હંમેશા ચાઇલ્ડ લોક રાખો.