Child Care - શુ તમારા બાળકોનું વજન ઓછુ છે.... તો આપો આ ડાયેટ

મંગળવાર, 10 ઑક્ટોબર 2017 (17:01 IST)
ઘણા માતા-પિતા પોતાના નબળા બાળકોનું વજન વધારવા માટે ખૂબ પરેશાન રહે છે. શારીરિક વિકાસ માટે સ્વસ્થ અને પર્યાપ્ત વજન હોવુ પણ જરૂરી છે. આવામાં માતાપિતાને એ વાતની ચિંતા સતાવે છે કે બાળકોને શુ ખવડાવવુ જેનાથી તમનુ વજન વધે... આજે અમે તમને કેટલાક આહાર વિશે બતાવીશુ જેનાથી તમે તમારા બાળકોનુ વજન વધારી શકો છો. 
 
1. ઘી અને માખણમાં ફૈટ ભરપૂર હોય છે તેમને દાળ અને રોટલીમાં સારી રીતે ઘી માખણ લગાવીને આપો. 
2. બાળકોને બટાકા અને ઈંડા જરૂર આપો. બટાકામાં કાર્બોહાઈડ્રેટ અને ઈંડાને પ્રોટીનનુ સારુ સ્ત્રોત માનવામાં આવે છે. બટાકા અને ઈંડાને બાફીને ખવડાવો તેનાથી તેમનુ વજન વધશે. 
3. બાળકોને દૂધ જરૂર પીવડાવો. જો તેઓ સાદુ દૂધ ન પીવે તો શેક સ્મૂધી કે ચોકલેટ પાવડર મિક્સ કરી દૂધ પીવડાવો. મલાઈવાળુ દૂધ બાળકોનુ વજન વધારવા માટે યોગ્ય માનવામાં આવે છે. 
4. બાળકોને લીલા શાકભાજી અને ટામેટાનુ સૂપ માખન નાખીને પીવડાવો.. આ સાથે ગાજર અને રવાનો શીરો પણ પૌષ્ટિક અને વજન વધારવામાં મદદરૂપ હોય છે. 
5. આ ઉપરાંત બાળકોને દાળનુ પાણી આપો. દાળમાં પ્રોટીન વધુ હોય છે. જેનાથી પણ વધે છે. નટ્સ અને ડ્રાઈ ફ્રૂટ્સને દૂધમાં મિક્સ કરીને ખવડાવો. 
6. કેળા એનર્જીનુ સારુ સ્ત્રોત છે. કેળા શેક કે કેળા ખવડાવવાથી વજન વધે છે. આ સાથે જ તેમને રોટલી કે બ્રેડ પર પીનટ બટર આપો. શક્કરિયામાં ફાઈબર, પોટેશિયમ વિટામિન એ બી અને સી ભરપૂર હોય છે. તેથી તેને ખાવા માટે આપો. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર