કેલ્શિયમની ઉણપથી શું થઈ શકે છે?

N.D
'મારૂ બાળક મજબુત' એવા સપનાની સાથે માતા-પિતા પોતાના બાળકનું પાલન-પોષણ કરે છે. પોતાના બાળકને સ્ટ્રોંગ બનાવવા માટે અનેક રીતોમાંની જે એક રીત છે જે તેમને સૌથી વધારે આકર્ષિત કરે છે, તે છે બોંસ (હાડકાં). એક વાત તો બધાને ખબર જ છે કે મજબુત હાડકા માટે કેલ્શિયમ જરૂરી છે. તે છતાં પણ કેલ્શિયમ શું છે, આ શરીરમાં કેવી રીતે કાર્ય કરે છે, કેલ્શિયમ શરીરને ક્યાંથી મળે છે તેને લઈને કેટલીયે જિજ્ઞાસા રહે છે.

કેલ્શિયમ એટલે કે 'સ્ટ્રોંગ બોંસ' આ વાત 100 ટકા સાચી છે કે મજબુત હાડકા તેમજ દાંત માટે કેલ્શિયમ જરૂરી છે. કેલ્શિયમ એક રીતનું મિનરલ છે જે શરીરમાં હાડકામાં 99 ટકા હોય છે અને આનો એક ટકા ભાગ જ લોહીમાં હોય છે. હાડકાઓને મજબુતી પ્રદાન કરવા ઉપરાંત કેલ્શિયમના શરીરમાં કેટલાયે અન્ય કાર્ય છે જેવી રીતે કે માંસપેશીઓ તેમજ લોહીના પ્રવાહનું યોગ્ય સંચાલન, મગજના તરંગોને અન્ય ભાગોમાં પહોચાડવા વગેરે. કેલ્શિયમની ઉણપને લીધે બાળકોના હાડકાઓમાં લચીલાપણું આવી જાય છે જેનાથી કે રિકેટ્સ નામની બિમારીનો ભય વધી જાય છે.

વેબદુનિયા પર વાંચો