નવરાત્રિમાં નવ દિવસ સુધી માતાની ભક્તિથી વાતાવરણ ભક્તિમય રહે છે. નવરાત્રિમાં ઘરમાં મા દુર્ગાનુ આહવાન કરવામાં આવે છે. વ્રત ઉપવાસથી મા આદિશક્તિને પ્રસન્ન કરવામાં આવે છે. એવુ કહેવાય છે કે નવરાત્રિ કોઈપણ હોય કેટલાક સરળ ઉપાય જીવન સુખમય બનાવે છે. આ ઉપાય તરત જ ફળ પ્રદાન કરે છે. જો તમારી પણ કોઈ ઈચ્છા છે તો ચૈત્ર નવરાત્રિના 9 દિવસ ધન, સંતાન પ્રમોશન વિવાહ અટકેલા કામ જલ્દી પુરા કરવા માટે આ ઉપાયો કરો. તમારી મનોકામના જરૂર પુરી થશે.
- દેવી માતા પાસે સુખ જોઈએ તો દેવીને નવ દિવસ સતત 7 ઈલાયચી અને મિશ્રીનો ભોગ લગાવો.
- નવરાત્રિમા લાલ આસન પર બેસીને જે જાતક વિષ્ણુ સહસ્ત્રનામ અને લલિતા સહસ્ત્રનામનો પાઠ કરે છે તેની બધી મનોકામના પૂર્ણ થાય છે
- નવરાત્રિમાં પહેલા દિવસે એક, બીજા દિવસે બે આવુ કરીને ક્રમશ નવ કન્યાઓને ભોજન કરાવો અને તેમની પૂજા કરી તેમને ભેટ આપો. આ ઉપાય ઘર પરિવાર પર આવનારા દરેક સંકટને દૂર દેશે અને તમારા ઘરમા સુખ શાંતિનો વાસ થશે.
- નવરાત્રિમાં ઘરમાં સોના (Gold)ની કે ચાંદી(Silver)ની કોઈપણ શુભ સામગ્રી જેવી કે સ્વસ્તિક, ૐ, શ્રી, હાથી, કળશ-દીવો, ગરૂડ ઘંટી, પાત્ર, કમલ, શ્રીયંત્ર, આચમની , મુકુટ, ત્રિશુળ વગેરે ખરીદીલો અને તેને દેવીના ચરણોમાં સમર્પિત અને નવરાત્રિના અંતિમ દિવસે આ સામગ્રીને ગુલાબી કપડામાં બાંધીને તિજોરીમાં મુકી દો. આ ઉપાય તમારા ઘરમાં ધન વર્ષા કરી દેશે.