મા દુર્ગાજીનુ પાંચમુ સ્વરૂપને સ્કંદમાતાના નામથી ઓળખાય છે. તેમની ઉપાસના નવરાત્રિના પાંચમા દિવસે કરવામાં આવે છે. ભગવાન સ્કંદકુમાર કાર્તિકેયનામથી પણ ઓળખાય છે. આ પ્રસિદ્ધ દેવાસુર-સંગ્રામમાં દેવતાઓના સેનાપતિ બન્યા હતા. આ જ ભગવાન સ્કન્દની માતા હોવાને કારણે માતાનુ આ પાંચમું સ્વરૂપ સ્કંદમાતાનુ નામથી ઓળખાય છે. કમળના આસન પર વિરાજમાન હોવાને કારણે જ તેમને પદ્માસના દેવી પણ કહેવામાં આવે છે. સ્કંદમાતાની ઉપાસનાથી બાળરૂપ સ્કન્દ ભગવાનની ઉપાસના આપમેળે જ થઈ જાય છે. આ વિશેષતા ફક્ત તેમને જ પ્રાપ્ત થાય છે. તેથી સાધકે સ્કન્દમાતાની ઉપાસના વિશેષરૂપે કરવી જોઈએ. નવરાત્રીના પાંચમા દિવસનુ શાસ્ત્રોમાં ખૂબ મહત્વ બતાવ્યુ છે. આ દિવસે સાધકનુ મન વિશુદ્ધ ચક્રમાં સ્થિત હોય છે.
કંઈ મનોકામનાઓ થાય છે પૂરી
માં સ્કંદમાતાની અર્ચના કરવાથી જાતકના ઘરમાં સંતાની વૃદ્ધિ થાય છે. આ ઉપરાંત જાતક રાજભયથી મુક્ત રહે છે.