Budget 2025: દુલારી દેવી કોણ ? જેમણે ભેટમાં આપેલી સાડી પહેરીને નિર્મલા સીતારમણે રજુ કર્યુ બજેટ

શનિવાર, 1 ફેબ્રુઆરી 2025 (15:25 IST)
Budget 2025: આજે સાંસદમાં વર્ષ 2025નુ બજેટ રજુ કરવામાં આવ્યુ. દર વર્ષે બજેટના દિવસે નિર્મલા સીતારમણની સાડીઓ પણ સોશિયલ મીડિય પર ટ્રેંડ કરે છે. તે દર વર્ષે પોતાની સાડીઓની મદદથી દેશવાસીઓને કંઈક સંદેશ આપે છે.  આ વર્ષે તેમણે  બિહારની મુખ્ય મઘુબની ચિત્રકારીથી પ્રિંટેડ સાડી પહેરી. જે તેમને બિહારની દુલારી દેવીએ આપી હતી. દુલારી દેવી બિહારની જાણીતી મઘુબની આર્ટિસ્ટ છે. જેણે વર્ષ 2021માં પદ્મશ્રી પુરસ્કારથી સમ્માનિત કરવામાં આવી ચુકી છે.  કોણ છે દુલારી દેવી જાણો. 
 
મઘુબનીની છંટા દર્શાવી રહી છે સાડી 
નિર્મલા સીતારમણે સામાન્ય બજેટના દિવસે મઘુબની આર્ટથી સજેલી ક્રીમ કલરની સાડી પહેરી હતી. જેમા ગોલ્ડન બોર્ડર અને કાળા-લીલા રંગની શાહીથી પેંટિંગ કરવામાં આવ્યુ છે. બધાની નજર તેમની સાડી પર હતી. મઘુબનીની કલાથી સુશોભિત આ સાડી ફક્ત સાડી જ નથી સંઘર્ષ, પરંપરા અને કલાની અદ્દભૂત કથાનુ પ્રતિક પણ છે. 

 
કોણ છે દુલારી દેવી ?
દુલારી દેવી બિહારના મઘુબની જીલ્લામાં જન્મી છે. તે માછીમાર સમાજની છે. જેમા મહિલાઓને લગતુ કોઈ કામ નથી હોતુ.  દુલારીએ બાળપણથી જ પોતાનુ જીવન સંઘર્ષમાં વિતાવ્યુ છે. તેમણે બાળપણથી જ મઘુબની પેટિંગમાં પોતાનો રસ બતાવ્યો હતો અને તેને સીખવા માટે મહેનત કરી હતી.  મઘુબની કલા અધરી છે, પણ છતા પણ દુલારી દેવીએ આ કલાને પોતાની ઓળખ બનાવવા માટે પસંદ કરી હતી. તેણે વર્ષ 2021માં મઘુબની આર્ટ માટે ભારતે પદ્મશ્રી સમ્માનથી સન્માનિત કરી છે. 
 
દુ:ખોથી ભરેલુ હતુ જીવન 
દુલારી દેવીના લગ્ન ખૂબ જ નાની ઉંમરમાં થઈ ગયા હતા. ત્યારબાદ માત્ર 16 વર્ષની વયમાં તેમના પતિએ તેમને છોડી દીધી હતી અને પછી થોડા સમય પછી તેમણે પોતાના બાળકને પણ ગુમાવી દીધુ હતુ. હવે તેની સામે આખી જીંદગી હતી, જે સંઘર્ષોથી ભરેલી હતી. તેણે પોતાનુ પેટ પાળવા માટે લોકોના ઘરોમાં નોકરાણીનુ કામ પણ કર્યુ હતુ. 
 
સાડી આપતી વખતે કરી હતી આ વાત 
જ્યારે નાણામંત્રી મિથિલા કલા સંસ્થાનમાં ક્રેડિત આઉટરીચ એક્ટિવિટી માટે મઘુબની ગઈ હતી. તેઓ ત્યા તેની મુલાકાત દુલારી દેવી સાથે થયુ હતુ. બિહારમાં મઘુબની કલા પર તેમના વિચારોના આદાન-પ્રદાન દરમિયાન જ દુલારી દેવીએ નાણામંત્રીને આ સાડી ભેટ કરી હતી અને બજેટના દિવસે તેને પહેરવા માટે આગ્રહ કર્યો હતો. 
 
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર