Budget 2025 For Agriculture Sector
Budget 2025 For Agriculture Sector: દેશના નાણામંત્રી નિર્મલા સીતારમણે શનિવારે (1 ફેબ્રુઆરી) સંસદમાં કેન્દ્રીય બજેટ 2025 રજૂ કર્યું. આ વર્ષના બજેટમાં ખેડૂતો પર ખાસ ધ્યાન આપવામાં આવ્યું છે અને ખેડૂતોની આવક વધારવા માટે ઘણા પગલાં લેવામાં આવ્યા છે. આ સમયગાળા દરમિયાન, નિર્મલા સીતારમણ દ્વારા ખેડૂતો માટે ઘણી યોજનાઓ જાહેર કરી છે. બજેટ 2025માં, કેન્દ્ર સરકારનું ધ્યાન કૃષિ માળખાગત સુવિધાઓને મજબૂત બનાવવા, કૃષિમાં ટેકનોલોજીને પ્રોત્સાહન આપવા અને કુદરતી ખેતી તરફ ખેડૂતોનો ઝોક વધારવા પર કેન્દ્રિત કરવામાં આવ્યું છે.
કિસાન ક્રેડિટ કાર્ડની લિમિટ કેટલી વધારી
કિસાન ક્રેડિટ કાર્ડનુ બજેટ વધારવામાં આવી. હવે ક્રેડિટ કાર્ડ પર લિમિટ 3 લાખથી વધારીને 5 લાખ કરવામાં આવી છે.
શું છે કિસાન ક્રેડિટ કાર્ડ ?
કિસાન ક્રેડિટ કાર્ડ (KCC) ભારતીય રિઝર્વ બેંક (RBI) અને NABARD (નેશનલ બેંક ફોર એગ્રીકલ્ચરલ એન્ડ રૂરલ ડેવલપમેન્ટ) દ્વારા ખેડૂતોને તેમની કૃષિ અને સંબંધિત પ્રવૃત્તિઓમાં સહાય પૂરી પાડવા માટે શરૂ કરવામાં આવ્યું હતું. ખેડૂતોને સસ્તા દરે લોન આપવાના ઉદ્દેશ્યથી આ કાર્ડ શરૂ કરવામાં આવ્યું છે. તેમના કૃષિ કાર્યોને સરળતાથી ચલાવવા માટે જરૂરી નાણાકીય સંસાધનો પૂરા પાડવામાં આવ્યા છે.