પુત્રના જન્મ પછી જ તેના નામને લઈને ખૂબ ચર્ચા થઈ રહી છે. મીશાના જન્મ પછી પણ આવુ વાતાવરણ હતુ. ત્યારે તો સોશિયલ મીડિયામાં જ લોકોએ સૌ પહેલા શાહિદની પુત્રીનુ નામ મુકી દીધુ હતુ. આમ તો શાહિદનુ માનીએ તો આ નામ તેમના મગજમાં પણ હતુ. પુત્રીનુ નામ મુક્યા પછી શાહિદને જાણ થઈ કે પુત્રીનુ નામકરણ તો પહેલા જ તેમના ફેંસ દ્વારા થઈ ગયુ છે.
થોડા દિવસ પહેલા પોતાની ફિલ્મ બત્તી ગૂલ મીટર ચાલૂના પ્રમોશનલ ઈંટરવ્યુ દરમિયન શાહિદે કહ્યુ, "અમે અત્યાર સુધી બાળકોનુ નામ વિચારી રહ્યા છીએ. જેવુ જ બાળકોનુ નામ નક્કી થઈ જશે અમે જરૂર બતાવીશુ. પુત્રી મીશાના નામકરણ દરમિયાન મેં નામ રાખ્યુ હતુ પણ મને પછી જાણ થઈ કે આ નામ સોશિયલ મીડિયામાં લોકોએ મારા પહેલા જ મુકી દીધુ છે. હવે આ વખતે પણ સોશિયલ મીડિયામાં લોકો દ્વારા મુકવામાં આવી રહેલ નામની રાહ જોઈશુ. જો કોઈ સારુ લાગ્યુ તો જોઈશુ. એ જ મુકી દઈશુ.