વિનોદ ખન્નાના અંતિમ સંસ્કાર પર આજના સુપરસ્ટાર પર નારાજ થયા ઋષિ કપૂર, ચમચાઓ પાર્ટીમાં જરૂર જાય છે

શુક્રવાર, 28 એપ્રિલ 2017 (13:28 IST)
ગુરૂવારે 70 વર્ષના અભિનેતા વિનોદ ખન્નાના નિધન પર પહોંચેલા એક્ટર ઋષિ કપૂર ખૂબ ગુસ્સામાં જોવા મળ્યા. ઉલ્લેખનીય છે કે ઋષિ કપૂર આ એકદમ સિનિયર અભિનેતાના અંતિમ સંસ્કારમાં ન પહોંચનારા આજકાલના સુપરસ્ટાર થી નારાજ હતા.  એક્ટર વિનોદ ખન્નાનુ ગુરૂવારે મુંબઈની હોસ્પિટલમાં કેંસરથી મોત થઈ ગય્ આવામાં તેમના જમાનાના અનેક સ્ટાર જેવા કે હેમા માલિની, ઋષિ કપૂર, રજનીકાંત અને શત્રુધ્ન સિન્હા જેવા કલાકારોએ તેમના નિધન પર સોશિયલ મીડિયા પર ખૂબ દુખ બતાવ્યુ હતુ.  અમિતાભ બચ્ચન જેમણે એક્ટર વિનોદ ખન્ના સાથે અનેક ફિલ્મોમાં કામ કર્યુ છે તેમના નિધનના સમાચાર સાંભળીને એક ઈંટરવ્યુને અધવચ્ચેથી જ છોડીને તેમના પરિવારને મળવા નીકળી ગયા. 
 

Shameful. Not ONE actor of this generation attended Vinod Khanna's funeral. And that too he has worked with them. Must learn to respect.

— Rishi Kapoor (@chintskap) April 27, 2017
તેમના અંતિમ સંસ્કારમાં અમિતાભ બચ્ચન અને ઋષિ કપૂર ઉપરાંત જૈકી શ્રોફ, અભિષેક બચ્ચન, ચંકી પાંડે અને રણદીપ હુડ્ડા જેવા અનેક કલાકારો પહોંચ્યા. પણ ત્યારબાદ ઋષિ કપૂરે પોતાના ટ્વીટમાં ગુસ્સો બતાવતા કહ્યુ, "શરમજનક.. આજની પેઢીનો એક પણ એક્ટર વિનોદ ખન્નાના અંતિમ સંસ્કારમાં ન આવ્યો. એ પણ ત્યારે જ્યારે તેઓ તેમની સાથે કામ કરી ચુક્યા છે.  ઈજ્જત કરતા સીખવી જોઈએ.' 
 
આવામાં ઋષિ કપૂરે એ પણ બતાવ્યુ કે તેમના પુત્ર રણવીર કપૂર અને તેમની પત્ની નીતૂ સિંહ દેશમાં નથી તેથી તેઓ આવી શક્યા નહી. 
 
આ ઘટના પર ઋષિ કપૂર ખૂબ ઈમોશનલ પણ થઈ ગયા. તેમને ટ્વીટ કર્યુ, 'આવુ કેમ ? અહી સુધી કે હુ અને ત્યારબાદ પણ. જ્યારે હુ મરીશ તો મને આ માટે તૈયાર થઈ જવુ જોઈએ. મને ખભો આપવા કોઈ નહી આવે. આજના સુપર સ્ટારથી હુ ખૂબ ખૂબ નારાજ છુ.'   
 
જો કે ઋષિ કપૂરે આ ગુસ્સો કોણા પર ઉતાર્યો છે એ તો તેમને સ્પષ્ટ નથી કર્યુ. પણ ઉલ્લેખનીય છે કે વિનોદ ખન્નાની સાથે અનેક જૂનિયર એક્ટર્સ જેમા ત્રણેય ખાન મતલબ શાહરૂખ ખાન, સલમાન ખાન અને આમિર ખાનનો પણ સમાવેશ છે.  આ ઉપરાંત શત્રુધ્ન સિન્હાની પુત્રી સોનાક્ષી સિન્હા પણ છે. તેમાથી એક પણ એક્ટરે વિનોદ ખન્ના ના અંતિમ સંસ્કારમાં ભાગ ન લીધો.  સંજય દત્ત પણ જોવા ન મળ્યા.  જ્યારે કે જેમના પિતા સુનીલ દત્તની ફિલ્મ્ન મન કા મીત થી જ વિનોદ ખન્નાએ પોતાના ફિલ્મી સફરની શરૂઆત કરી હતી. જો કે સંજય દત્તે તેમના અવસાન પછી એ નિવેદન રજુ કર્યુ હતુ કે વિનોદ ખન્ના તેમના પરિવાર જેવા છે. 
 
વિનોદ ખન્નાના અંતિમ સંસ્કારમાં તેમના સમયમાં અનેક કલાકાર પહોંચ્યા.  વિનોદ ખન્નાના અંતિમ સંસ્કારમાં પોતાના પુત્ર અભિષેક સાથે પહોંચ્યાઅ અમિતાભ બચ્ચન. 

ડાયરેક્ટર કરણ જોહર અને ફિલ્મ બાહુબલીની આખી ટીમે વિનોદ ખન્નાના નિધન પછી પોતાની ફિલ્મનુ મુંબઈમાં થનારુ પ્રીમિયર કેંસલ કરી દીધુ હતુ. 

વેબદુનિયા પર વાંચો