ટાઈગરે કહ્યુ, 'મને એવી યુવતી જોઈએ, જે ગામડાની હોય. જ્યારે હુ ઘર આવુ તો મારી મસાજ કરે જેનાથી મને આરામ મળે. તેણે ઘરમાં રહેવુ જોઈએ. ઘરની સફાઈ કરે અને મને ઘરનું જમવાનું બનીને ખવડાવે. મને હાઉસવાઈફ જેવી છોકરીઓ પસંદ છે.'
જો કે પછી ટાઈગરે ટ્વિટર દ્વારા પોતાના આ નિવેદન પર સફાઈ પણ આપી છે. તેમણે ટ્વીટ કર્યુ, હુ મહિલાઓના સશક્તિકરણ અને સમાનતાનો સમર્થક છુ. મે કાયમ કહ્યુ છે કે તે માણસોના બરાબર કે તેમનાથી વધુ મજબૂત છે. હુ મારી મા અને બહેનનું ખૂબ સન્માન કરુ છુ. આવુ નિવેદન નથી આપી શકતો.