આલિયા ભટ્ટે પણ લીધો હતો ભાગ
બોલિવૂડ સ્ટાર આલિયા ભટ્ટે પણ પેરિસ ફેશન વીકમાં ડેબ્યુ કર્યું છે. આલિયા ભટ્ટ અહીં ખૂબ જ સુંદર લાગી રહી હતી, જ્યાં તે ફેમસ ફેશન ડિઝાઈનર ગૌરવ ગુપ્તાએ ડિઝાઈન કરેલા ડ્રેસમાં જોવા મળી હતી. પેલેસ ગાર્નિયર ખાતે 'વોક યોર વર્થ' શો દરમિયાન અભિનેત્રીએ અમેરિકન સ્ટાર એન્ડી મેકડોવેલ સાથે રનવે પર વોક કર્યું હતું. ભારતીય અભિનેત્રીએ ડિઝાઇનરના 'કોચર કલેક્શન 2024 અરુણોદય'માંથી બ્લેક વેલ્વેટ ફ્લેરેડ પેન્ટ સાથે મેટલ-કાસ્ટ સિલ્વર બ્રેસ્ટપ્લેટ પહેર્યું હતું. ગુપ્તાના ડિઝાઈનર ડ્રેસ પહેરનાર સેલિબ્રિટીની યાદીમાં બેયોન્સ, પેરિસ હિલ્ટન, મિન્ડી કલિંગ, એન્જેલા બેસેટ, પ્રિયંકા ચોપરા જોનાસ, કૃતિ સેનન, જાહ્નવી કપૂર, કરીના કપૂર ખાન, શકીરા, જેન્ના ઓર્ટેગા, જુનિયર એનટીઆર, બેબે રેક્સ, શૅરોનનો સમાવેશ થાય છે. જીના ઓર્ટેગા, શેરોન સ્ટોન, અશાંતિ, લુઈસ ફોન્સી, લિઝો, કાઈલી મિનોગ, મેગન થી સ્ટેલિયન અને સવીટી જેવા નામ સામેલ છે.