શિલ્પાએ પોતાનો એક વીડિયો શેયર કર્યો છે જેમા તે વૉટર થેરેપઈ લેતી જોવા મળી રહી હતી. વીડિયો શેયર કરતા અભિનેત્રીએ જણાવ્યુ, આજનો દિવસ ખૂબ શાનદાર રહ્યો. હુ મારા વિશે કંઈક બતાવવા માંગુ છુ. હુ તરી નથી શકતી. મને સ્વીમિંગ નથી આવડતુ. મે અનેકવાર શીખવાની કોશિશ કરી પણ થયુ નહી. પણ આજે મે જાણ્યુ કે માતાની કોખમાં બાળક કેવુ ફીલ કરે છે. મારા ચેહરા પર મારુ હાસ્ય આ ખુશીને સહેલાઈથી બતાવી શકે છે.