શાહરૂખ ખાનને મુંબઈ એરપોર્ટ પર કસ્ટમ્સે રોક્યો: શારજાહથી લાવ્યો હતો 18 લાખની કિંમતની ઘડિયાળો, 7 લાખનો દંડ

શનિવાર, 12 નવેમ્બર 2022 (16:17 IST)
બોલિવૂડ સુપરસ્ટાર શાહરૂખ ખાનને મુંબઈ એરપોર્ટ પર કસ્ટમ્સે રોક્યો હતો. એરપોર્ટ પર તૈનાત એર ઈન્ટેલિજન્સ યુનિટ એટલે કે AIU સૂત્રોએ જણાવ્યું કે શાહરૂખ શુક્રવારે રાત્રે શારજાહથી પરત ફર્યો હતો. તેની પાસે મોંઘી ઘડિયાળો અને તેના કવર હતા, જેની કિંમત 18 લાખ રૂપિયા હતી. આ ઘડિયાળો માટે શાહરૂખે રૂ. 6.83 લાખની કસ્ટમ ડ્યુટી ચૂકવવી પડી હતી.
 
શાહરૂખ ખાન શુક્રવારે રાત્રે લગભગ 12.30 વાગ્યે ખાનગી ચાર્ટર્ડ પ્લેન દ્વારા મુંબઈ પહોંચ્યો હતો. સવારે લગભગ 1 વાગ્યે અહીં T-3 ટર્મિનલ પર રેડ ચેનલ ક્રોસ કરતી વખતે કસ્ટમ દ્વારા શાહરૂખ ખાન અને તેની ટીમ અટકાવવામાં આવી હતી. તેની બેગની તપાસ કરતાં Babun & Zurbk ઘડિયાળ Rolex  ઘડિયાળના 6 બોક્સ, Spirit બ્રાન્ડની ઘડિયાળ, એપલ સિરીઝની ઘડિયાળો મળી આવી હતી. આ સાથે ઘડિયાળના ખાલી બોક્સ પણ મળી આવ્યા હતા.
 
શાહરૂખને છોડ્યો, બોડીગાર્ડે  ભર્યો દંડ
 
એરપોર્ટ પર એક કલાક સુધી ચાલેલા ઓપરેશન બાદ શાહરૂખ અને તેની મેનેજર પૂજા દદલાનીને જવા દેવામાં આવ્યા હતા, પરંતુ શાહરૂખના બોડીગાર્ડ રવિ અને બાકીની ટીમને અટકાવવામાં આવ્યા હતા. મળતી માહિતી મુજબ, શાહરૂખના બોડીગાર્ડ રવિએ 6 લાખ 87 હજાર રૂપિયાની કસ્ટમ ડ્યુટી ચૂકવી હતી.
 
કસ્ટમ પ્રક્રિયા પૂર્ણ કરવામાં શનિવારે સવાર સુધીનો સમય લાગ્યો હતો. કસ્ટમ અધિકારીઓએ સવારે લગભગ 8 વાગ્યે પ્રક્રિયા પૂરી થયા પછી જ રવિને મુક્ત કર્યો હતો. ઘણા અહેવાલોમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે દંડની રકમ શાહરૂખના ક્રેડિટ કાર્ડથી જ ચૂકવવામાં આવી છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર