દર્શક 4 ઓગસ્ટના રોજ શાહરૂખ અને અનુષ્કાની મજેદાર કેમેસ્ટ્રી સિનેમાઘરોમાં જોઈ શકો છો. શાહરૂખ અક્ષય કુમારની ફિલ્મ સામે ટક્કર લેવાની હતી પણ થોડા જ મહિના પહેલા તેમણે જબ હૈરી મેટ સેજલની રજુઆતની તારીખ બદલી નાખી. શાહરૂખને અંદાજો છે કે આનાથી તેમની ફિલ્મને ફાયદો થશે. કારણ કે તેમને સ્વતંત્રતા દિવસ ઉપરાંત રક્ષા બંધનની પણ રજાઓ મળશે. આ ઉપરાંત યુકે, નોર્થ અમેરિકા અને મિડલ ઈસ્ટમાં ફિલ્મના ડિસ્ટ્રીબ્યૂશન રાઈટ્સ યશ રાજને મળ્યા છે. હવે આ જગ્યાએ યશ રાજ જ ફિલ્મ રજુ કરશે.