છૂટાછેડા બાદ ફરી પતિના પ્રેમમાં પડી અભિનેત્રી

મંગળવાર, 19 સપ્ટેમ્બર 2023 (16:01 IST)
સામંથા રૂથ પ્રભુ અને નાગા ચૈતન્યની ગણના બેસ્ટ કપલમાં થતી હતી. પરંતુ વર્ષ 2021માં આ કપલે છૂટાછેડાની જાહેરાત કરીને ચાહકોને ચોંકાવી દીધા હતા.
 
અભિનેત્રી સમન્થાએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોતાના અને તેના પૂર્વ પતિના કેટલાક ફોટા અનઆર્કાઇવ કર્યા છે. લગ્નનો તે ફોટો જે સામંથાએ નાગાના જન્મદિવસ પર પોસ્ટ કર્યો હતો
 
હવે સામંથાની આ પોસ્ટ પર ચાહકો સતત કોમેન્ટ કરી રહ્યા છે. એક પ્રશંસકે લખ્યું- 'સાચા પ્રેમને પાછા આવવાની આદત હોય છે'. જ્યારે બીજાએ લખ્યું, 'આ પોસ્ટ ફરી જોઈને આનંદ થયો'.
 
તમને જણાવી દઈએ કે છૂટાછેડા પછી, સામંથાએ એક ઈન્ટરવ્યુ દરમિયાન કહ્યું હતું કે તેમના સંબંધો બેડ નોટ પર સમાપ્ત થઈ ગયા હતા. લગ્નના થોડા વર્ષો પછી ઝઘડા શરૂ થયા. આ ઝઘડા એટલા વધી ગયા કે વાત છૂટાછેડા સુધી પહોંચી ગઈ. નાગા અને સામંથાના લગ્ન વર્ષ 2017માં થયા હતા.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર