સલમાન ખાનના સેટ પર કડક નિયમ- સલમાન ખાનએ ફિલ્મના સેટ પર છોકરીઓ માટે રાખ્યુ આ નિયમ

ગુરુવાર, 13 એપ્રિલ 2023 (16:29 IST)
સલમાન ખાનની ફિલ્મ 'કિસી કા ભાઈ કિસી કી જાન' માત્ર સલમાન માટે જ નહીં પરંતુ ઘણા સ્ટારો માટે ખાસ છે ઘણા સ્ટાર્સ માટે બૉલીવુડના પહેલો પ્રોજેક્ટ છે. જેમાં શ્વેતા તિવારીની પ્રિય પલક તિવારીનો પણ સમાવેશ થાય છે. ફિલ્મનું ટ્રેલર રિલીઝ થયા બાદથી ફિલ્મની સ્ટારકાસ્ટ તેના સ્તર પર ફિલ્મના પ્રમોશનમાં વ્યસ્ત છે. આ સંબંધમાં પલકએ એક વાતચીતમાં જણાવ્યું કે ફિલ્મના સેટ પર ડીપ નેક ડ્રેસ પહેરવાની છૂટ હતી અને સલમાન ખાન તેના વિશે ખૂબ જ કડક હતો.
 
સલમાન ખાનના સેટ પર શખ્ત નિયમ
પલકએ તેમના ઈંટરવ્યોહમાં જણાવ્યુ કે 'કિસી કા ભાઈ કિસી કી જાન' ના સેટ પર સલમાન ખાનના 1 સખ્ત નિયમ હતો. તેના મુજબ કોઈને પણ સેટ પર ડીપ નેક આઉટફિટ પહેરવાની પરવાનગી નહી હતી. પલકનો કહેવુ હતો આવુ નહી કે તેમને આ પ્રકારન કપડાથી કોઈ આપત્તિ હતી. પણ સલમાન સર ઈચ્છતા હતા કે કોઈની સાથે કોઈ પ્રકારની સેટ પર ગેરવર્તન અથવા તેમની ગોપનીયતામાં કોઈ દખલ કરે. એક રીતે, તે સેટ પરની તમામ મહિલાઓની સુરક્ષા માટે હતું. તે એક રીતે મહત્વપૂર્ણ હતું. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર