આ છે રણબીર કપૂરની મમ્મી નીતૂ કપૂરની બર્થડે પ્લાનિંગ, આ સમયે થશે ડબલ સેલીબ્રેશન

ગુરુવાર, 21 જૂન 2018 (11:35 IST)
રણબીર કપૂર સ્ટારર ફિલ્મ  'સંજૂ' ટૂંક સમયમાં જ રિલીઝ થવાની તૈયારીમાં છે. રણબીર ખૂબ ઉત્સાહિત છે. ઉપરાંત, રણબીરની માતા નીતુ કપૂરનો જન્મદિવસ પણ આવી રહ્યો છે. એટલે કે, કપૂર પરિવારમાં બે સેલિબ્રેશન નીતૂ કપૂર આ વર્ષે 8 જુલાઇએ 60 વર્ષની થશે અને આ તેના માટે મોટો દિવસ છે.
 
આવા કિસ્સામાં, તેમના આયોજન માટે પ્લાનિંગ પણ મોટી છે. તેઓ તેમના પરિવાર સાથે તેમના જન્મદિવસની ઉજવણી કરવા માગે છે. કપૂર પરિવારના નજીકના સ્રોતએ જણાવ્યું હતું કે નીતુ કપૂર અને આખું કુટુંબ પેરિસમાં તેમના જન્મદિવસની ઉજવણી કરવા જઈ રહ્યા છે.
 
તેમાં નીતુ કપૂરની સાથે તેમના હબી ઋષિ કપૂર, સાસુ કૃષ્ણા રાજ કપૂર, પુત્ર રણબીર કપૂર, પુત્રી રિદ્ધિમા કપૂર સાહની અને તેના પરિવાર રહેશે. તેમ છતાં, રણબીર તેની ફિલ્મ પર કામમાં વ્યસ્ત રહેશે. તેથી તેઓ મોડેથી જશે. નીતૂ કપૂર લંડનમાં તેમની પુત્રી અને તેમના પરિવાર સાથે ટૂંકા પાંચ દિવસની વેકેશન પર રહશે. તે પછી, ઋષિ કપૂર તેમની માતા સાથે લઈને તેમને જાઈન કરશે. 
 
આ વેકેશનની સંપૂર્ણ વ્યવસ્થા ઋષિ ઉપર છે. તેઓ વેકેશનથી લઈને બર્થડે સુધી બધી પ્લાનિંગ કરશે. આ આ વેકેશન ખૂન ધમાકેદાર થશે. છેવટે, શા માટે ન હોય, આ નીતૂ કપૂરનો 60 મા જન્મદિવસ છે? આ ઉપરાંત રણબીરની ફિલ્મ 'સંજુ' પણ સુપર હિટ બનવાની ધારણા છે. તેથી  આ  સેલિબ્રેશન ડબલ થઈ જશે.
 
નીતુ કપૂર તેમના સમયની શ્રેષ્ઠ અભિનેત્રી રહી છે. તેણે ઋષિ કપૂર સાથે ઘણી સુપર હિટ ફિલ્મો પણ કરી છે. તેઓ છેલ્લે 2013 માં ઋષિ કપૂર સાથે જ ફિલ્મ "બેશરમ " માં સાથે દેખાયા હતા.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર