ચેલેજિંગ રોલને પણ ખૂબ સહેલાઈથી નિભાવનારી અભિનેત્રી રાધિકા આપ્ટેનો આજે જનમદિવસ છે. રાધિકાનો જન્મ પુણેમાં 7 સપ્ટેમ્બર 1985ના રોજ થયો હતો. તે બોલીવુડમાં એક્ટિંગ સાથે પોતાના બેબાક નિવેદનો માટે પણ જાણીતી છે. રાધિકાનો વિવાદો સાથે ઉંડો સંબંધ છે. તેણે કોઈનાથી ગભરાયા વગર ફિલ્મ ઈંડસ્ટ્રીના અનેક એવા રહસ્યો ખોલ્યા છે જે ચોંકાવનારા હતા.
રાધિકાની સફળ ફિલ્મોમાં પાર્ચ્ડ, માંઝી ધ માઉંટેન મૈન, પેડમૈન, અંધાધુંધ, બાજાર, લસ્ટ સ્ટોરીઝનો સમાવેશ છે. ફક્ત બોલીવુડમાં જ નહી રાધિકાએ બંગાળી, મરાઠી, તેલુગુ અને મલયાલમ ભાષાની ફિલ્મોમાં પણ કામ કર્યુ છે.