Pushpa 2 Stampede: હૈદરાબાદમાં અલ્લુ અર્જુનને જોવા માટે ઉમટેલી ભીડ થઈ બેકાબૂ, નાસભાગમાં મહિલાનું મોત, બે ઘાયલ
અલ્લુ અર્જુનની ફિલ્મ 'પુષ્પા 2'નું પ્રીમિયર અડધી રાત્રે થયું હતું. આ દરમિયાન સુકુમાર દ્વારા નિર્દેશિત આ ફિલ્મ જોવા માટે મોટી સંખ્યામાં દર્શકો થિયેટરમાં પહોંચ્યા હતા. લોકો એટલી મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા કે વહીવટીતંત્ર માટે તેને સંભાળવું મુશ્કેલ બની ગયું હતું. થોડી જ વારમાં નાસભાગ જેવી સ્થિતિ સર્જાઈ હતી. આ દરમિયાન એક મહિલાનું મોત થયું હતું અને અન્ય બે લોકો ઘાયલ થયા હતા. પોલીસે સ્થિતિને કાબૂમાં લેવા માટે લાઠીચાર્જ કરવો પડ્યો હતો.
અલ્લુ અને રશ્મિકાની એક ઝલક મેળવવા માટે ભીડ બેકાબૂ
ઉલ્લેખનીય છે કે અલ્લુ અર્જુનની ફિલ્મ 'પુષ્પા 2'ના ક્રેઝે દેશભરના ફેંસના દિલોદિમાગ પર કબજો જમાવ્યો છે. તેનું પ્રીમિયર હૈદરાબાદમાં અડધી રાત્રે યોજાયું હતું. અલ્લુ અર્જુન અને રશ્મિકા મંદન્ના પોતે હૈદરાબાદના આરટીસી ક્રોસ રોડ સ્થિત સંધ્યા થિયેટરમાં પહોંચ્યા હતા.