અમિતાભ બચ્ચને મુંબઈના સિવિલ હોસ્પિટલને આપ્યા 1.75 કરોડ રૂપિયાના મેડિકલ ઈક્વિપમેંટ્સ, તેમા હાઈટેક વૈંટિલેટરનો પણ સમાવેશ

ગુરુવાર, 24 જૂન 2021 (14:58 IST)
મેગાસ્ટાર અમિતાભ બચ્ચને મુંબઈની સાયન સ્થિત લોકમાન્ય તિલક મ્યુનિસિપલ જનરલ હોસ્પિટલમાં હાઇટેક વેન્ટિલેટર અને કેટલાક અન્ય તબીબી ઉપકરણો દાન કર્યા છે. બૃહ્મુબાઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (બીએમસી) ના અનુસાર, બીગ બી દ્વારા દાન કરાયેલ સાધનો, તેમાં મોનિટર, સી-આર્મ ઇમેજ ઇન્ટીફાયર અને એક ઈન્ફ્યુઝન પંપ શામેલ છે. વેન્ટિલેટર સિવાય આ તમામ સાધનોની કિંમત આશરે 1.75 કરોડ રૂપિયા છે. સૂત્રોના જણાવ્યા  અનુસાર, બિગ બી દ્વારા અપાયેલા આ સાધનો વેન્ટિલેટર સર્જરી વિભાગમાં લગાવવામાં આવ્યા છે અને લગભગ 30 દર્દીઓની સારવાર સાધનોની મદદથી કરવામાં આવી છે.
 
ગયા મહિને ગુરુદ્વારાને 2 કરોડ આપ્યા હતા
 
કોરોનાની પ્રથમ લહેરથી જ અમિતાભ બચ્ચન સતત અસરગ્રસ્તોને મદદ કરી રહ્યા છે. ગયા મહિને જ તેમણે દિલ્હીના ગુરુ તેગ બહાદુર કોવિડ કેર સેન્ટરને 2 કરોડની મદદ કરી  હતી. આ દાન અંગેની માહિતી દિલ્હી શીખ ગુરુદ્વારા મેનેજમેન્ટ કમિટીના પ્રમુખ મંજિંદર સિંહ સિરસાએ સોશિયલ મીડિયા પર આપી હતી અને બચ્ચનનો આભાર માન્યો હતો
 
પહેલી લહેરથી અત્યાર સુધી લગભગ 15 કરોડની મદદ 
 
ગયા મહિને બિગ બીએ પોતાના બ્લોગમાં બતાવ્યુ હતુ કે કોરોનાની પ્રથમ લહેરથીઅત્યાર સુધીમાં  તેમણે લગભગ 15 કરોડ રૂપિયા દાન આપ્યા છે. તેમણે લખ્યું, “ઘણા લોકોએ આ લડતમાં ફાળો આપ્યો છે અને હજુ પણ આવુ કાર્ય  કરવાનું ચાલુ રાખ્યું છે. લોકોને ફક્ત 2 કરોડ રૂપિયાની ખબર છે જે મેં દિલ્હીના કોવિડ કેર સેન્ટરને આપી છે. પરંતુ જેમ જેમ દિવસો પસાર થશે તેમ તેમ મારું યોગદાન આશરે 15 કરોડ રૂપિયાનું હશે. 
 
બિગ બીએ 2 અનાથ બાળકોની લીધી જવાબદારી 
 
બિગ બીએ પોતાના બ્લોગમાં તેમણે એમ પણ કહ્યું હતું કે તેમણે એવા બે બાળકોની જવાબદારી ઉઠાવવાનુ પણ નક્કી કર્યું છે, જેમણે કોવિડને કારણે તેમના માતાપિતા ગુમાવ્યા છે. તેમના કહેવા મુજબ, આ બાળકોને હૈદરાબાદના એક અનાથાશ્રમમાં રાખવામાં આવશે અને તેમનો પહેલાથી લઈને દસમાં સુધીનો બધો ખર્ચ તો ઉઠાવશે. આ ઉપરાંત જો આ બાળકો 10 મું ધોરણ પૂર્ણ કર્યા પછી પ્રતિભાશાળી બનશે, તો પછી આ શરતો હેઠળ તેમના ઉચ્ચ શિક્ષણનો ખર્ચ પણ ઉઠાવવામાં આવશે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર