મલાઈકાની બર્થડે પાર્ટીની ઘણી તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે, જેમાં તે ખૂબ જ હોટ લાગી રહી છે. તેના ખાસ દિવસે અભિનેત્રીએ શિમર શોર્ટ ડ્રેસ પહેર્યો હતો, જે બેકલેસ હતો. આ સાથે મલાઈકાએ હાઈહિલ્સ અને તેના હાથમાં ફક્ત એક ઘડિયાળ પહેરી હતી. ઉપરાંત મલાઇકાએ કોઈ ઝવેરાત પહેર્યું ન હતું. આ ડ્રેસમાં બર્થડે ગર્લ ખૂબ જ હોટ લાગી હતી. તમને જણાવી દઈએ કે, મલાઈકાએ પોતાનો જન્મદિવસ મુંબઈમાં ઉજવ્યો હતો ત્યારે 6-7 વર્ષ પછી બન્યું છે. નહિંતર, અભિનેત્રી હંમેશાં તેનો જન્મદિવસ વિદેશમાં ઉજવે છે.