બોલીવુડ સુપરસ્ટાર સલમાન ખાને પોતાની આવનારી ફિલ્મ લવરાત્રિ માટે એક નવી અભિનેત્રી લોંચ કરી રહ્યા છે. સલમાને જ્યરે પોતાના ટ્વિટર હેંડલ પર લખ્યુ કે મને છોકરી મળી ગઈ. ત્યારે તમમ લોકોને લાગ્યુ કે સલમાન ખાન કંઈ છોકરીની વાત કરી રહ્યા છે. શુ તેમને લગ્ન માટે છોકરી મળી ગઈ છે. કે પછી કોઈ અભિનેત્રી માટે આવુ બોલી રહ્યા છે. જો કે પછી તેમણે ખુલાસો કર્યો કે તેઓ શુ કહેવા માંગે છે. સલમાને પોતાના ટ્વીટમાં એક સુંદર યુવતીની ફોટો શેયર કરી અને કેપ્શનમાં લખ્યુ -ચિંતા કરવાની વાત નથી. આયુષ શર્માની ફિલ્મ લવરાત્રિ માટે અભિનેત્રી મળી ગઈ છે વારિના. તો ડોંટ વરી બી હેપી..