કમાણી મામલે સુપરસ્ટાર યશની ફિલ્મ KGF મારી બાજી. પહેલા જ દિવસે કર્યુ રેકોર્ડ કલેક્શન

શનિવાર, 22 ડિસેમ્બર 2018 (17:25 IST)
તમિલ તેલુગુ પછી હવે વારો છે કન્નડ સિનેમાની હિન્દી ભાષી દર્શકો સુધી પહોંચવાની કોશિશ કરવાનો.   કન્નડ ફિલ્મોના સુપરસ્ટાર યશની નવી ફિલ્મ કેજીએફ મતલબ કોલાર ગોલ્ડ ફીલ્ડ્સ હિન્દીમાં રજુ થઈ છે. ફિલ્મના પહેલા દિવસનુ કલેક્શન અનેક બોલીવુડ ફિલ્મોને પાછળ છોડી દીધુ છે. પહેલા જ દિવસે કેજીએફ એ ધમાલ મચાવી દીધી છે. 
 
આવો વાત કરીએ પહેલા દિવસના કલેક્શનની. કેજીએફના હિન્દી વર્જને પહેલા જ દિવસે બોક્સ ઓફિસ પર 2.10 કરોડનુ કલેક્શન કર્યુ છે. જ્યારે કે બધી ભાષાઓને મેળવીને 18.10 કરોડની કમાણી કરી છે.  જે કોઈ કન્નડ ફિલ્મ માટે ખૂબ સારી વાત છે. ફિલ્મના કંટેટાન ખૂબ વખાણ થઈ રહ્યા છે. જેનુ પરિણામ તમે કલેક્શનના રૂપમાં જોઈ ચુક્યા છો. 
 
ટ્રેડ પંડિતોનુ માનીએ તો ફિલ્મને પોઝિટિવ વર્ડ ઓફ માઉથનો ખૂબ ફાયદો મળ્યો છે. ફિલ્મ હિન્દીમાં 8 કરોડ સુધીનુ વીકેંડ કલેક્શન આપી શકે છે.  કેજીએફને 5 ભાષાઓમા રજુ કરવામા6 આવી છે. કન્નડ, હિન્દી, તમિલ, તેલુગુ અને મલયાલમ. હિન્દીમાં આ ફિલ્મને ફરહાન અખ્તરે પ્રોડ્યુસ કરી છે. 
 
પ્રશાંત નીલ નિર્દેશિત આ ફિલ્મમાંં યશે લીડ રોલ ભજવ્યો છે. ટ્રેલર આવતા સાથે જ આ ફિલ્મની ઘણી ચર્ચા રહી છે. હિન્દી ભાષી દર્શકો વચ્ચે પણ કેજીએફના હિન્દી ટ્રેલરને પસંદ કરવામાં આવ્યુ છે.  કેજીએફમાં તમન્ન ભાટિયા અને મૌની રોયએ આઈટમ સોંગ કર્યુ છે.  કેજીએફ હિન્દીમાં 1500 સ્ક્રીંસ પર રજુ કરવામાં આવી છે. જ્યારે કે કન્નડ તેલુગુમાં 400 તમિલમાં 100 અનેમલયાલમમાં 60. કેજીએફનુ બજેટ 70 કરોડ બતાવાય રહ્યુ છે.   ફિલ્મ આવી જ કમાણી કરતી રહી તો બજેટ કાઢવામાં કોઈ વધુ સમય નહી લાગે. 
 
1951 થી શરૂ થઈ આ કહાની કેજીએફ. મતલબ કોલાર ગોલ્ડ ફીલ્ડ્સની કહાની છે. સ્ટોરી એક મહત્વાકાંક્ષી રોકીની છે જેની મા એ  મરતા પહેલા તેની પાસેથી વચન  લીધુ છેકે તે જીવે ભલે ગમે તે હાલતમાં પણ મરશે તો દુનિયાનો સૌથી શ્રીમંત માણસ બનીને..સ્ટોરીને બે ભાગમાં વહેંચવામાં આવી છે અને તેનો પહેલો ભાગ છે  કેજીએફ -ચેપ્ટર વન નામથી રજુ કરવામાં આવ્યો છે. 
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર