Katrina Kaif Pregnant - જલ્દી જ માતા બનવાની છે કટરીના કેફ, લંડનથી વાયરલ થયો વીડિયો, ત્યા જ થઈ શકે છે ડિલીવરી

બુધવાર, 22 મે 2024 (13:18 IST)
બોલીવુડ અભિનેત્રી કટરીના કૈફને લઈને ચર્ચા છે કે તે પ્રેગનેંટ છે. તાજેતરમાં કટરીનાનો લંડનનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમા તેના પતિ વિક્કી કૌશલ તેનો હાથ પકડીને વોક કરતા જોવા મળી રહ્યા છે.  
 
આ વીડિયોમાં કટરીના લૂઝ આઉટફિટ્સ પહેરીને ધીમે ધીમે વોક કરતી દેખાય રહી છે. આવામાં યુઝર્સ વચ્ચે એ ચર્ચા શરૂ થઈ ગઈ છે કે અભિનેત્રી જલ્દી જ માતા બનવાની છે. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by dia (@ltwt2497)

 
 તાજેતરમાં એક વીડિયો વાયરલ થયો છે. જેમાં કૅટરિના કૈફ પતિ વિકી કૌશલના હાથમાં હાથ નાખીને વિદેશના રસ્તઓ પર ચાલતી જોવા મળે છે. સોશ્યલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં, કૅટરિના કૈફ અને વિકી કૌશલ હાથ પકડીને લંડના રસ્તાઓ પર ચાલતા હોવાનું કહેવાય છે. આ દરમિયાન અભિનેત્રીએ લૂઝ આઉટફિટ પહેર્યો છે અને તેનો બેબી બમ્પ પણ સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો. ત્યારથી જ અભિનેત્રી પ્રેગનેન્ટ હોવાની ચર્ચાઓ ચાલી રહી હતી. હવે બાળકની ડિલિવરી અંગે એક મોટું અપડેટ સામે આવ્યું છે.
 
લંડનમાં જ આપશે બાળકને જન્મ 
જૂમની એક રિપોર્ટનુ માનીએ તો  કૅટરિના કૈફ યુકેમાં ઉછરી છે અને લંડનના હેમ્પસ્ટેડ (Hampstead) માં તેનું ઘર પણ છે. એટલે જ કહેવામાં આવી રહ્યું છે કે, તે લંડનમાં પોતાના બાળકને જન્મ આપશે. આ સમયે વિકી કૌશલ પત્ની કૅટરિના કૈફ સાથે જ લંડનમાં છે અને તેની ખુબ જ સંભાળ રાખી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે અનુષ્કા શર્માએ પણ લંડનમાં જ પોતાના બાળકની ડિલીવરી કરાવી હતી.   
 
કટરીના અને વિક્કીએ 9 ડિસેમ્બર 2021ના રોજ સવાઈ માઘોપુર સ્થિત સિક્સ સેંસેજ રિસોર્ટમાં ટ્રેડિશનલ હિન્દુ સેરેમનીથી લગ્ન કર્યા હતા. 
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર