કરિશ્મા કપૂર, સુનીલ શએટ્ટી, સોનાલી બેન્દ્રે, આદિત્ય પંચોલી, ચંકી પાંડે વગેરેએ ચિલ્ડ્રન વેલફેર સેન્ટર હાઈસ્કૂલ અને ક્લારાસ કૉલેજના વાર્ષિક મહોત્સવમાં ધૂમ મચાવી

સોમવાર, 17 ફેબ્રુઆરી 2020 (17:57 IST)
ચિલ્ડ્રન વેલફેર સેન્ટર હાઈસ્કૂલ અને ક્લારાસ કૉલેજ ઑફ કૉમર્સ દ્વારા 39મા વાર્ષિક મહોત્સવના અવસરે ભવ્ય અને રંગારંગ કાર્યક્રમનું આયોજન શનિવાર, 15 ફેબ્રુઆરી 2020ના સ્કૂલ ગ્રાઉન્ડ, યારી રોડ, અંધેરી (વેસ્ટ), મુંબઈમાં આયોજિત કરવામાં આવ્યો હતો. જ્યાં કૉલેજ અને સ્કૂલના બાળકોને વાર્ષિક પુરસ્કારનું વિતરણ સ્કૂલના પ્રિન્સિપલ શ્રી અજય કૌલ અને ઉપસ્થિત મહેમાનોના હસ્તે કરવામાં આવ્યું હતું. સ્કૂલ-કૉલેજના બાળકોએ નૃત્ય, રાષ્ટ્રીય એકતા અને અખંડતા પર સામાજિક નાટક અને વિભિન્ન પ્રકારના સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કર્યા હતા.
આ કાર્યક્રમમાં સ્કૂલના પ્રિન્સિપલ શ્રી અજય કૌલ, એક્ટિવિટી ચેરમેન પ્રશાંત કાશિદ, શબનમ કપૂર ઉપરાંત સંસદસભ્ય ગજાનન કીર્તિકર, વિધાનસભ્ય ડૉક્ટર ભારતી લવ્હેકર, શૈલેશ ફણસે, લક્ષ્મી અગ્રવાલ, ડૉક્ટર અમરસિંહ નિકમ, ડૉક્ટર મનીષ નિકમ અને ફિલ્મ કલાકાર કરિશ્મા કપૂર, સુનીલ શેટ્ટી, સોનાલી બેન્દ્રે, આદિત્ય પંચોલી, ચંકી પાંડે, ખલ્લી, કરિશ્મા તન્ના, દયા શેટ્ટી, સિદ્ધાર્થ નિગમ જેવા સન્માનીય અતિથિ, સમાજ સેવક, રાજનેતા, ફિલ્મ કલાકાર વગેરે કાર્યક્રમમાં ઉપસ્થિત રહી કાર્યક્રમની શોભા વધારી હતી. તમામને કૉલેજ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા અને મહેમાનો દ્વારા બાળકોને ઇનામ આપી સન્માનીત કરાયા હતા.
આ અવસરે ચિલ્ડ્રન વેલફેર સેન્ટર હાઈસ્કૂલના પ્રિન્સિપલ શ્રી અજય કૌલે જણાવ્યું કે, અમે બાળકોને ભણતર ઉપરાંત વિવિધ સ્પોર્ટ, ડિજિટલ ઇન્ડિયા, સાંસ્કૃતિક અને સામાજિક કાર્યક્રમ, રાષ્ટ્રીય અને ભાઈચારા અંગેની પણ જાણકારી આપે છે. ઉપરાંત તેમને તેમની રૂચિ મુજબ પ્રમોટ કરીએ છીએ, જેથી તેઓ આગળ વધીને જીવનમાં પ્રગતિ કરે. માત્ર જ્ઞાન આપવાથી અમારી જવાબદારી પૂરી થતી નથી. ટીચરને, બાળકોને માતા-પિતાએ બાળકો પર ધ્યાન આપે અને હંમેશ સાચી સલાહ આપે. જેથી તેમનું અને દેશનું પણ ભવિષ્ય ઉજ્વળ બને.
 
આ અવસરે ચિલ્ડ્રન વેલફેર સેન્ટર હાઈસ્કૂલના એક્ટિવિટી ચેરમેન પ્રશાંત કાશિદને પ્રોગ્રામનું સારી રીતે આયોજન કરવા માટે સન્માનીત કરવામાં આવ્યું. કાર્યક્રમના અંતમાં અજય કૌલ, પ્રશાંતકાશિદે ઉપસ્થિત તમામ લોકોને અને સ્કૂલના તમામ સ્ટાફનો આભાર માન્યો હતો, જેને કારણે કારણે કાર્યક્રમ સફળ રહ્યો. ઉપસ્થિત તમામ આમંત્રિતોએ કાર્યક્રમની પુષ્કળ પ્રશંસા કરી હતી.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર