બોલિવૂડ એક્ટર રણવીર સિંહની આગામી ફિલ્મ 'જયેશભાઈ જોરદાર' તેની રિલીઝ પહેલા જ મુશ્કેલીમાં આવી ગઈ છે . ફિલ્મના ટ્રેલરમા પ્રસૂતિ પહેલા લિંગ નિર્ધારણ દ્રશ્યને લઈને દિલ્હી હાઈકોર્ટમાં (Delhi High court) પડકારવામાં આવ્યો છે અરજામાં કહેવામાં આવ્યુ છે કે 'જયેશભાઈ જોરદાર'ના અલ્ટ્રાસાઉંડ ક્લિનિક સેંટરના દ્ર્શ્યને દૂર કરવા કેન્દ્ર અને પ્રતિવાદીએ માંગણી કરી છે.
આ ફિલ્મમાં તે પોતાની ધાકડ છબિથી કંઈક જુદા જોવા મળી રહ્યા છે. આ ફિલ્મમાં રણવીર સિંહે એક ગુજરાતી પાત્ર ભજવ્યુ છે. બીજી બાજુ બોમન ઈરાની રણવેર સિંહના પિતાના પાત્રમાં છે. જે કે ગામના સરપંચ બન્યા છે. ફિલ્મના ટ્રેલરનો દર્શકો ઘણા લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હતા. આ ફિલ્મમાં કોમેડી સાથે સોશિયલ મેસેજ પણ આપવામાં આવ્યો છે. આ ફિલ્મ 13 મે ના રોજ સિનેમાઘરમાં રજુ થવા માટે તૈયાર છે. ફિલ્મની સ્ટોરીમાં છોકરા-છોકરી વચ્ચેના ભેદભાવને બતાવ્યો છે.
આ ફિલ્મ એક સામાજીક મુદ્દા પર આધારિત છે. એવુ માનવામાં આવે છે કે રણવીર સિંહ આ ફિલ્મ દ્વારા કોમિક અંદાજમાં લોકોને હસવા પર અને વિચાર કરવા પર મજબૂર કરી દેશે. ફિલ્મની સ્ટોરી ગુજરાતી પુષ્ઠભૂમિ પર છે. તેથી તેમા બોમન ઈરાની પણ ગુજરાતી પાત્રમાં છે. ફિલ્મના ડાયરેક્ટર દિવ્યાંગ ઠક્કર છે. એક ડાયરેક્ટરના રૂપમાં તેમની આ પહેલી ડેબ્યુ ફિલ્મ છે.
રણવીર સિંહ ફરી એકવાર જયેશભાઈ જોરદાર દ્વારા કોમેડી દ્વારા ફેન્સને ગલીપચી કરવા જઈ રહ્યો છે. આ ફિલ્મમાં રણવીર સિંહની સાથે શાલિની પાંડે જોવા મળી રહી છે. સોમવારે રણવીર સિંહે આ ફિલ્મ સાથે સંબંધિત એક પોસ્ટર શેર કર્યું હતું. જેમાં રણવીરના હાથમાં એક અજાત બાળક જોવા મળ્યું હતું. હવે ધનસુખનું ટ્રેલર જોયા બાદ ચાહકોમાં ફિલ્મને લઈને ઉત્સુકતા વધી ગઈ છે