ફિલ્મ અભિનેતા જેકી શ્રોફ 'એનિમલ કેર વૅન' અભિનેત્રી આયશા જુલ્કાને ગિફ્ટમાં આપી

શુક્રવાર, 5 માર્ચ 2021 (00:16 IST)

મુંબઈની સામાજિક સંસ્થા 'એકતા મંચઅને 'સોસાયટી ફોર એનિમલ સેફ્ટીઇન્ડિયા (એસએએસબંનેએ સાથે મળીને લોનાવલામાં એનિમલ સેફ્ટી માટે સાથે મળીને કામ કરવાનો નિર્ણય લીધો છે માટે એક ભવ્ય કાર્યક્રમનું આયોજન કૌલ વિલાલૌનાવલા (મહારાષ્ટ્ર)માં 4 માર્ચ 2021ના યોજાયો હતોકાર્યક્રમમાં જેકી શ્રોફ જાનવરોની સુરક્ષા માટે એક એનિમલ કેર વૅન અભિનેત્રી આયશા ઝુલ્કાને ગિફ્ટમાં આપી હતી અવસરે જેકી શ્રોફએકતા મંચના અધ્યક્ષ અજય કૌલસોસાયટી ફૉર એનિમલ સેફ્ટીઇન્ડિયાના ફાઉન્ડર અને અધ્યક્ષ નિતેશ ખરે તથા ઉપાધ્યક્ષ અને ફિલ્મ અભિનેત્રી આયશા ઝુલ્કાચિલ્ડ્રન વેલફેર સેન્ટર હાઈસ્કૂલના એક્ટિવિટી ચેરમેન પ્રશાંત કાશિદ તથા લોનાવલાના અનેક રાજનીતિસામાજિક સંસ્થાના લોકોએ  કાર્યક્રમમાં ઉપસ્થિત રહી કાર્યક્રમની શોભામાં અભિવૃદ્ધિ કરી હતી.

             

વિભિન્ન સામાજિક કાર્યો સાથે સંકળાયેલી સામાજિક સંસ્થા એકતા મંચના અધ્યક્ષ અજય કૌલે  અવસર પર જેકી શ્રોફઅભિનેત્રી આયશા ઝુલ્કા અને નિતેશ ખરેનો આભાર માન્યોઅજય કૌલે કહ્યુંઅમે ઘાયલબિમારભૂખ્યા જાનવરો માટે  સેન્ટર શરૂ કર્યુ છેજ્યાં તેમને સુરક્ષા આપી શકાય અને મદદ કરી શકાયટૂંક સમયમાં અમારી સંસ્થા લોનાવલામાં એનિમલ સેલ્ટરની પણ શરૂઆત કરશું.
 

         આયશા ઝુલ્કા અને તેમના પતિએ લોનાવલામાં નગર નિગમની સહાય વડે શ્વાનો માટે 25 આકર્ષક અને સ્વચ્છ ફીડર પોઇન્ટ શરૂ કર્યા છેયોગ્ય અને નિયમિત ભોજન વ્યવસ્થા અને ઇમર્જન્સી ચિકિત્સા સહાય આપવા માટે જેકી શ્રોફે આયશા ઝુલ્કાને એક એનિમલ કેર વૅન ગિફ્ટમાં આપી હતીશ્રી અજય કૌલ અને અમુક પ્રાણી પ્રેમીઓ સાથે મળી આયશા ઝુલ્કાએ જરૂરિયાતમંદો અને ઘરેલુ પશુઓ માટેની હોસ્પિટલ અને પશુ ઘર શરૂ કરવા માગે છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર