આ વર્ષની મોસ્ટ અવેઇટેડ કોમેડી ફિલ્મ હંગામા 2 નું ટ્રેલર આજે રિલીઝ થયું છે. ટ્રેલર ખૂબ જ રમુજી છે, જેને જોઈને તમે ખૂબ હસશો. હંગામાની જેમ પરેશ રાવલ પણ આ ફિલ્મમાં પરેશ રાવલ પોતાની કન્ફ્યુજનથી લોકોને હસવાનૂ કારણ બનતા દેખાય રહ્યા છે.
તેમાં શિલ્પા શેટ્ટી કુંદ્રા, પરેશ રાવલ, પ્રનિતા, મીજાન અને રાજપાલ યાદવ મુખ્ય ભૂમિકામાં છે.
તમારી માહિતી માટે બતાવી દઈએ કે આ ફિલ્મ હંગામા ફ્રેંચાઈજીની બીજી ફિલ્મ છે. હંગામા 2003માં રજુ થઈ હતી. હંગામામાં અક્ષય ખન્ના, પરેશ રાવલ, આફતાબ શિવદાસાની અને રિમી સેનએ મુખ્ય ભૂમિકા ભજવી હતી.